માળીયા: ગ્રામ્ય પંથકની સગીરાનું લગ્નની લાલચે અપરહણની ફરિયાદ

Advertisement
Advertisement

માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની 16 વર્ષની સગીરાનું આરોપી લગ્નની લાલચે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની સગીરાના પિતા દ્વારા ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સગીરાનું લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે આરોપી વિજયભાઈ મગનભાઈ સામાણી રહે. વવાણીયા ગામ તા.માળીયા જી. મોરબી નામના શખ્સે અપહરણ કરી જતા સગીરાના પિતા દ્વારા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.