મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી શેરી નંબર-6માં મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમાડતા અઝફલ અકબરભાઇ સમા, રહે.મોરબી સો-ઓરડી શેરી નંબર-6 વાળાને પોલીસે રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2900 તેમજ એક મોબાઇલ કિમત રૂપિયા 5000 મળી રૂપિયા 7900ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.