હળવદમાં વડવાળા યુવા ગ્રુપ આયોજીત ઓપન સૌરાષ્ટ્ર નાઈટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ

Advertisement
Advertisement

હળવદમાં વિનોબાભાવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વડવાળા યુવા ગ્રુપ આયોજિત ઓપન સૌરાષ્ટ્ર નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ક્રિકેટરો પોતાનું પ્રદર્શન બતાવશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લાઈટિંગ, રનીંગ કોમેન્ટ્રી અને લાખેણા ઈનામો આપવામાં આવશે. જેમાં ચેમ્પિયન ટ્રોફી, રોડક પુરસ્કાર, મેન ઓફ ધ મેચ સહિતના વિવિધ ઈનામો આપવામાં આવશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે દીપકદાસજી મહારાજ, હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વિજયભાઈ જાની મોરબી જિલ્લા સરકારી વકીલ, દાદાભાઈ ડાંગર, હળવદ શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, રબારી સમાજના આગેવાન મનુભાઈ રબારી, સંદીપ પટેલ સહિતના આગેવાનો અને યુવા ક્રિકેટરો સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર ટૂર્નામેન્ટને સફળ બનાવવા હળવદ વડવાળા યુવા ગ્રુપના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.