અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન જીવન શૈલી અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી પર રાજકારણ ઘમાસાણ મચી ગયુ હતું. ભાજપ નેતાઓએ તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને તેમની વિરુદ્ધ મહારાષ્ટ્રમાં FIR પણ નોંધવામાં આવી છે. ત્યારે આજે તેમણે વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગી અને સ્પષ્ટતા આપી છે. જિતેન્દ્રએ કહ્યું કે, ભાષણ દરમિયાન મારાથી બોલાઈ ગયું. ક્યારેક-ક્યારેક ભૂલ થઈ જાય છે. હું મારા નિવેદન માટે માફી માંગુ છું.
ભગવાન રામ અંગે જિતેન્દ્રના નિવેદન અંગે ભાજપ અને અજિત જૂથના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. અજિત જૂથના NCPના કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાડ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શરદ પવાર જૂથના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું. જિતેન્દ્ર આવ્હાડે વિવાદિત નિવેદન આપતા કહ્યુ હતું કે રામ આપણા છે અને તે બહુજન છે. રામ શાકાહારી નહીં, માંસાહારી હતા, તે શિકાર કરીને ખાતા હતા. NCP નેતાના નિવેદનને લઇને ભાજપ અને અજિત જૂથના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. અજિત જૂથના એનસીપી કાર્યકર્તાઓએ મુંબઇમાં આવ્હાડ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે જિતેન્દ્ર આવ્હાડ સામે ફરિયાદ નોંધાવી હતી. વિવાદ વધતો જોઇને NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે માફી માંગી લીધી હતી.