વાંકાનેરમાં એકજ પરિવારના ત્રણ સભ્યોએ પુત્રના વિયોગમાં મોત વહાલું કરનારના પરિજનોને સાંત્વના આપતાં રાજવી અને રાજ્યસભાના સાંસદ
વાંકાનેર : ભાટિયા સોસાયટી ખાતે રહેતા આઠેક મહિના પહેલા ખાંડેકા પરિવારના એકના એક જુવાન જોધ દીકરાના મોતથી પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પુત્રના મોત ને કારણે માતા હંમેશા વ્યથિત રહેતા હતા સાથે બે પુત્રીઓ પણ ભાઈના વિરહમાં ગુમસુમ રહેતી હતી. યુવાન પુત્રના મોતનું દુઃખ સહન ન થઈ શકતા માતાએ પોતાની બંને પુત્રીઓ સાથે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લેતા ત્રણેયના મોત નીપજ્યા હતા.
એકજ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. પરિવારના પાંચમાંથી ચાર સભ્યોના મોતથી મોભી ભરતભાઈ ભાંગી પડ્યા હતા. જેને સધિયારો આપવા વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિહ ઝાલા , કૃપાલસિહ ઝાલા તથા રાજગોર સમાજના અગ્રણી અમિતભાઈ મઢવી આજ રોજ રાજગોર સમાજ વાડી ખાતે ગયા હતા. અને ભરતભાઈ સહિત પરિજનોને સાંત્વના આપી હતી.
