મોરબીમાં રહેતી યુવતી પાનવાળાની દુકાને ગયા બાદ નરાધમ પાનવાળાએ નિર્બળ માનસિક સ્થિતિ ધરાવતી યુવતીને અવાવરુ ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની કોરોના બાદ માનસિક સ્થિતિ ખરાબ હોય બે દિવસ પૂર્વે રાત્રીના સમયે વાવડી રોડ ઉપર પાનની દુકાન ધરાવતા આરોપી ગોપાલ ભોજાભાઈ મકવાણાની દુકાને વસ્તુ લેવા ગઇ હતી. ત્યારે આરોપી ગોપાલ યુવતીને નજીકમાં આવેલ એક ઓરડીમાં લઈ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે યુવતી લાંબો સમય સુધી ઘરે ન પહોંચતા પરિવારજનો યુવતીને શોધવા બહાર નીકળ્યા હતા. અને અવાવરું જગ્યાએથી યુવતીને આવતી જોઈ હતી અને યુવતી પાછળ દુષ્કર્મ ગુજારનાર આરોપી ગોપાલ ભરવાડ પણ આવતો હોય યુવતી બાબતે પૂછતાં જે થાય તે કરી લો કહી યુવતીના ભાઈ તેમજ બહેનોને ગોપાલ તેમજ બે અજાણ્યા માણસોએ હુમલો કરી માર મારતા બેવડા ગુન્હામાં કુલ ત્રણ શખ્સ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.