ટંકારામા વરલીનો જુગાર રમતા ત્રણ પકડાયા, એક ફરાર 

Advertisement
Advertisement
ટંકારામા વરલીનો જુગાર રમતા ત્રણ પકડાયા, એક ફરાર
ટંકારા શહેરની સરકારી હોસ્પિટલ પાછળ જાહેરમા વરલી મટકાનો જુગાર રમતા શખ્સો પાસેથી આંકડા ની કપાત લઈ જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને મોરબી જીલ્લા એલસીબીએ રંગેહાથ ઝડપીને રોકડા રૂપિયા ૯૪૮૦/- ની રકમ કબજે લઈ ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક પુછપરછમા વધુ એક શખ્સનુ નામ ખુલતા પોલીસે તેને હાથવગો કરવા કવાયત હાથ ધરી હતી.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ટંકારાના સરકારી હોસ્પિટલ પાછળ રોડ પર વરલી મટકાના આંકડાની કપાત લેવાતી હોવાનુ જાણવા મળતા પોલીસે સ્થળ પર છાપો મારી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા ગુલામદસ્તગીર બાબુશા શાહમદાર, ટંકારા, રાજેશ ઘોઘાભાઈ વાઘાણી મોરબી, નવઘણ મોનાભાઈ રબારી ટંકારા સહિતના ત્રણેય ને ઝડપી રોકડા રૂપિયા ૯૪૮૦ કબજે લઈ ત્રણેયની અટક કરી ટંકારા પોલીસમા ગુનો દાખલ કરાવ્યો હતો. પ્રાથમિક પુછપરછમા ટંકારાનો આદમ ઉર્ફે આદુ ઈશા અબ્રાણીનુ નામ ખુલતા પોલીસે તેને હાથવગો કરવા કવાયત હાથ ધરી હતી.