ટંકારા: ચેક રીટર્ન કેસમા આરોપીનો નિર્દોષ છુટકારો.

Oplus_131072
Advertisement
Advertisement
ટંકારા; ચેક રીટર્ન કેસમા કોર્ટે આર્થિકતા પુરવાર ન કરી શકતા આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મુક્યો.
ટંકારાના શખસે મિત્ર પાસેથી મિત્રતા દાવે હાથઉછીના રૂપિયા અઢી લાખ લીધા હતા. બદલામા બે ચેક અને નોટરી સમક્ષ કરાયેલુ નાણા મળ્યા અંગેનુ લખાણ આપ્યુ હતુ. જે રકમ પરત ન કરતા નાણા આપનારે ચેક બેંકમા રજુ કરતા ચેક રીટર્ન થતા ચેક રીટર્ન સબબ ટંકારા કોર્ટમા ફરીયાદ દાખલ કરી હતી. સામેપક્ષે ચેક આપનારે વકીલ મારફત કોર્ટ સમક્ષ ફરીયાદ તથ્ય વિહોણી હોવાના બચાવ સાથે અરજી કરતા અદાલતે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી આરોપીને નોગેસીયેબલ એકટના ગુનામા નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો.
ટંકારાના રાજન કાસમ સામપોત્રાએ પોતાના મિત્ર કાસમ દિલાવર હાલાને મિત્રદાવે રૂપિયા અઢી લાખ હાથ ઉછીના આપ્યા હતા. અને બદલામા બે ચેક અને નોટરી સમક્ષ કરાયેલુ નાણા મેળવ્યા અંગેનુ લખાણ લીધુ હતુ. નાણા આપનારે ચેક બેંકમા રજુ કરતા ચેક બેંકમાથી નાણાના અભાવે પરત ફરતા કોર્ટમા ફરીયાદ દાખલ કરી હતી.સામાપક્ષે નાણા લેનાર ઈસમે પોતાના વકીલ કેતન ચૌહાણ, દેવજી ચૌહાણ,વિશાલ યાજ્ઞિક મારફતે ફરીયાદ તથ્ય વિહોણી હોવાના પુરાવા સાથે કોર્ટમા પોતાનો બચાવ કરતી અરજી કરી હતી. જે કેસ બોર્ડ પર આવતા બચાવ પક્ષના વકીલે પોતાના અસીલ સાથે થયેલા આર્થિક વ્યવહારો પુરવાર થતા ન હોવાથી ફરીયાદીની કોર્ટ સમક્ષ ઉલટ તપાસમા ફરીયાદી પોતાની વાત સાબિત કરી શકેલ ન હોવાથી ફરીયાદ શંકા ઉત્પન્ન કરનારી હોય લેણી રકમ નુ ખંડન થતુ હોવાનુ માની બચાવ પક્ષની દલીલો કોર્ટે માન્ય રાખી ચેક રીટર્ન કેસમા ટંકારાના જજ હર્ષ બિષ્નોઈએ આરોપી ને નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો હતો.