ટંકારામા મકાનના પ્લાન વિરૂધ્ધ જાહેર માર્ગ પર બારણુ મુકાતા વાંધો લેનારને દાદ ન મળતા કલેકટરને રાવ.

Oplus_131072
Advertisement
Advertisement
પાલિકાના જવાબદારોની વરવી ભૂમિકા સામે ધર્મેન્દ્ર કક્કડનો આક્ષેપ.
ટંકારાના જીવાપરા વિસ્તારમા મકાનનુ બાંધકામ કરવા માટે પ્લોટ ધારક મહિલાએ બાંધકામ મંજુરી માટે નગરપાલિકામા બાંધકામ કરવા માટે મંજુરી મેળવી મંજુર થયેલ પ્લાન વિરૂધ્ધ જાહેર માર્ગ પર બારણુ મુકતા સામે રહેતા વ્યક્તિએ પ્લાન વિરૂધ્ધ મુકાયેલા દરવાજા સામે વાંધા અરજી આપી પ્રથમ તાલુકા અને જીલ્લા સ્વાગતમા ફરીયાદ કરી પાલિકાના એન્જીનીયર ની ભૂમિકા સામે આંગળી ચીંધી પાલિકા પ્લાન રીવાઈઝડ કરી શૌચાલયની મંજુરી આપવા પેરવી કરી રહ્યા નો ખુલો્લોઆક્ષેપ કર્યો હતો.
ટંકારાના જીવાપરા વિસ્તારમા રહેતા ધર્મેન્દ્ર કક્કડ ના મકાન સામે નવુ મકાન બાંધકામ કરી રહેલા મહીલાએ નગરપાલિકામા બાંધકામ કરવા પ્લાન રજુ કરી બાંધકામ ની મંજુરી મેળવી લીધી હતી. બાદ મા નિતી નિયમો નેવે મુકી જાહેર માર્ગ પર બારણુ મુકતા ધર્મેશ કક્કડે પાલિકામા વાંધા અરજી આપી હતી. પરંતુ પાલિકાના જવાબદારો નક્કર પગલા લેતા ન હોવાથી કંટાળીને તાલુકા અને જીલ્લા સ્વાગતમા પોતાની વ્યથા અંગે દાદ માગી છે. નગરપાલિકાના એન્જીનીયર વિવેક ગઢીયા ની ભૂમિકા સામે સવાલો ઉઠાવી હવે પ્લાન રીવાઈઝડ કરવા મેલી રમત રમી બાંધકામ ભંગ બદલ દંડ વસુલી શૌચાલયની મંજુરી આપવા ચીફ ઓફિસર સહિતના પેરવી કરી રહ્યા હોવાની રાવ જીલ્લા કલેકટર ને કરી પોતાને તથા પરીવાર ને યોગ્ય મુદ્દે ન્યાય ને બદલે યેનકેન પ્રકારે દબાણ સહિત મુશ્કેલી સર્જાઈ તો ચીફ ઓફિસર સહિતનાને જવાબદાર ગણવા લેખિત  ફરીયાદ કરી મકાનનુ હલણ બાજુની શેરી મા છે.ત્યા રાખી જાહેર રાહદારી માર્ગ પરનુ બારણુ કાયમી ધોરણે બંધ કરાવવા દાદ માગી છે.