ટંકારા: જબલપુરના વગડામા ગંજીપો ટીચાવાનો અવાજ સાંભળીને પોલીસ પહોંચી, છ શખ્સોને પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ.

Advertisement
Advertisement
ટંકારા: જબલપુરના વગડામા ગંજીપો ટીચાવાનો અવાજ સાંભળીને પોલીસ પહોંચી, છ શખ્સોને પોલીસે કાયદાનુ ભાન કરાવ્યુ.
ટંકારા તાલુકાના જબલપુર ગામે ગામડાના સીમ ના માર્ગે આવેલ મંદિર પાસે જાહેરમા પતા ટીચી રહેલા ગામડાના છ સ્થાનિક ઈસમોને ટંકારા પોલીસે પતા ચિપતા રંગેહાથ ઝડપી પાડી પ્રતિબંધિત જુગારધારા હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી પટ માથી રોકડા રૂપિયા ૨૪,૫૦૦/- કબજે લીધા હતા.
 ટંકારા પોલીસટીમ હાઈવે તથા ગામડાના સિમાડા ફંફોસી પેટ્રોલિંગમા લટાર મારી રહી હતી એ વખતે તાલુકાના જબલપુર ગામની સીમ તરફના માર્ગે આવેલ મંદિર પાસે પતા ટીચવાનો અવાજ પોલીસના કાને સંભળાયો હતો. પોલીસે લપાતા છુપાતા ચાંપતા પગલે જુગાર રમી રહેલા શખ્સોને ઘેરી લીધા હતા.પોલીસે સ્થળ પર થી જાહેરમા તીન પત્તીનો જુગાર રમી ખેલી રહેલા મિલન ધરમશી ગૌસ્વામી રહે.ઇન્દ્રપ્રસ્થ, ટંકારા, કૌશીક મગન નારીયાણા, અમૃતલાલ નરશીભાઈ ફેફર, નરભેરામ ગંગારામ નારીયાણા, જયંતીલાલ દેવકરણ ભીમાણી રહે.જબલપુર, અતુલ, મગન નારીયાણા રહે. ઈન્દ્રપ્રસ્થ-ટંકારા સહિતના છ ને રોકડા રૂપિયા ૨૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.