હરબટીયાળી પ્રા.શાળામા ભૂલકાઓ માટે વાગલે કી દુનિયા થીમ પર ભીંત પર શિક્ષણ ઉપયોગી ચિત્રાંકન કરાયુ.

Advertisement
Advertisement
શાળાના શિક્ષિકાએ ભૂલકાઓનુ ભાવી ઘડવા ગાંઠ ના નાણા ખર્ચી શિક્ષણવિંદોને રાહ ચિંધ્યો
હર્ષદ ત્રિવેદી, રાજકોટ.
ટંકારાના હરબટીયાળી ગામે ગામડાના પાદરમા આવેલ પ્રાથમિક શાળામા નિપુણ ભારત મિશન અંતર્ગત ભણતા બાળકો પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટે આનંદ કિલ્લોલ અને રમતા રમતા પાયેથી જ શિક્ષણ અને સંસ્કારનુ સિંચનનુ વાતાવરણ સર્જવા માટે શિક્ષિકા ગીતાબેન સાંચલાએ શાળાના વર્ગખંડમા કાયમ ઉપયોગી થાય એવો પ્રોજેક્ટ બનાવી ભૂલકાઓને શિક્ષણ ઉપયોગી ચિત્રાંકન કરી વર્તમાન સમયને અનુરૂપ હાલતા ચાલતા ભૂલકાઓ અધ્યયન કરી શકે એ રીતે અધ્યયન નિષ્પતિઓ અને લેખન પધ્ધતિ દિવાલોમા અંકિત કરાવી શિક્ષણકાર્યમા આધુનિકતા લાવવા સરાહનીય પ્રયાસ કરાયો છે. ટીચરે ખર્ચ પણ પોતાને મળેલ વસતી ગણતરી કામગીરીની મહેનતાણાની રકમ ગજવામાં મુકવાને બદલે છાત્રોનુ ભાવિ ઘડવા માટે કર્યુ હતુ.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલ હરબટીયાળી ગામે ગામડાના પાદરમા આવેલ પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલાએ પોતાની શાળાના ભૂલકાઓના ભવિષ્યની ચિંતા કરી વર્તમાન સમય સાથે ભૂલકાઓ પાયે થી જ અભ્યાસમા મજબુતાઈ સાથે પારંગત થાય એ માટે શાળાના  ક્લાસરૂમ ની દિવાલો પર હરતા ફરતા અને રમતા રમતા ભૂલકાઓ ભણી શકે એ માટે અભ્યાસને અનુરૂપ ચિત્રાંકન પોતાના ખર્ચે કર્યુ હતુ. જેમા, ખાસ ભૂલકાઓ રીસેસમા બાળકો ટહેલતા કુદતા પણ ગણગણી શકે એવી થીમ તૈયાર કરી છે. ભીંત ઉપર લખવાની પધ્ધતિ, સરવાળા બાદબાકીની ગણતરી તથા મૂળ અક્ષરોનુ અધ્યયન કરી શકે એવો સરાહનીય પ્રયાસ કરાયો હતો. નવી પ્રેકટીકલ સિસ્ટમને વાગલે કી દુનિયા નામ આપી ટીચરની ટીચિંગ થીમની આચાર્ય હરેશભાઈ માણાવરીયા, કલ્પેશભાઈ ફેફર, શિક્ષકસંઘ ના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, કૌશિકભાઈ ઢેઢી, પ્રવિણભાઈ પારઘી સહિતનાઓએ મુલાકાત લઈ સરાહના કરી હતી.ઉલેખનીય છે કે, ગીતાબેને અગાઉ પણ ગામડાની દિવાલો પર ભૂલકાઓ માટે મૂળાક્ષરો લખી બોલતી બજાર પ્રોજેક્ટ બનાવી બાળકોને વેકેશનમા પણ ખેલતા ખેલતા ભણે એવી થીમ તૈયાર કરી હતી.