મોરબી: એમ.ડી. પાવડર કેસમાં પકડાયેલા આરોપી મનોહરકુમાર રાજુરામ ખીચડના જામીન મંજૂર

Advertisement
Advertisement

 

મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા આરોપી મનોહરકુમાર રાજુરામ ખીચડના રેગ્યુલર જામીન મંજૂર થયા છે. 

 


મહત્વની વિગતો: મોરબી પોલીસે ૨૬ ગ્રામ ૨૪ મિલીગ્રામ એમ.ડી. પાવડર (મેકોફ્રોન પાવડર) સાથે મૂળ રાજસ્થાનના અને હાલ મોરબી રહેતા મનોહરકુમાર રાજુરામ ખીચડની ધરપકડ કરી હતી. 
કોર્ટની કાર્યવાહી: આરોપીના વકીલ દ્વારા મોરબી જિલ્લાના સ્પેશિયલ જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજ સાહેબશ્રીની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી. 
દલીલો અને આદેશ: મોરબીના સિનિયર એડવોકેટ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) દ્વારા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. આ દલીલો ધ્યાને લઈ મોરબીના સ્પેશિયલ જજ અને સેશન્સ જજ શ્રી એમ. આર. નાદપરા સાહેબ દ્વારા આરોપીને રૂ. ૫૦,૦૦૦/- ની શરતે રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 
વકીલની ટીમ: આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.