ટંકારા હાઈવે પર વિદેશી દારૂના જથ્થા સાથે પસાર થતી કાર સાથે બે ઝડપાયા. 

Oplus_131072
Advertisement
Advertisement
 ચોરખાનામા દારૂનો જથ્થો સંઘરી હાઈવે પર પસાર થતી બોલેરો સાથે બે સપડાયા.
રાજકોટ હાઈવે પર મોરબી હાઈવે પર ઈંગ્લીશ દારૂ ના જથ્થા સાથે ચોક્કસ નંબરનુ પિકઅપ વાહન પસાર થઈ રહ્યાની થઈ રહ્યાની ચોક્કસ બાતમી ટંકારા પોલીસ ને મળતા સ્થાનિક પોલીસે હાઈવે પર ચેકિંગ કરી હાઈવે પર પસાર થતા કેરીઅરને રોકી તલાસી લેતા ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ઈંગ્લીશ દારૂ ના૧૨૪૮ ચપલા  ઉપરાંત કાર સહિત રૂપિયા ૬.૩૩.૩૪૦/ ના મુદ્દામાલ સાથે બે ઈસમ ને દારૂ સગેવગે થાય એ પૂર્વે ઝડપી લીધા હતા. અને દારૂની હેરાફેરી પ્રકરણમા હજુ એક શખ્સ સામેલ હોવાનુ ખુલતા અન્ય ત્રીજા શખ્સ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી હતી.
દારૂની રેલમછેલ કરી દારૂના ધંધાર્થીઓ ટુંકા માર્ગે નાણા કમાવવા છીંડા ગોતી દારૂની હેરાફેરી કરી માલ સગેવગે કરવા કાયમ કાર્યરત હોય છે. હવે તો હાઈટેક યુગમા પોલીસ ડિપાર્ટમેન્ટ પણ સારો તાલમેલ સાધી લીધો હોય હેરાફેરી થાય ત્યારે પોલીસને પણ ગંધ આવી જતી હોવાનુ જગજાહેર છે. પરંતુ અમુક કિસ્સામા કોઈ અકળ કારણોસર ખરા ટાંકણે પોલીસની આંખ મીંચાઈ જતી હોવાની પણ એવડી જ ચર્ચા ખુલ્લેઆમ સાંભળવા મળે છે. ટંકારાના પોલીસ ઈન્સ્પેકટર જે.ડી. ઝાલાને રાજકોટ મોરબી હાઈવે પર ઈંગ્લીશ દારૂ ભરીને એક વાહન પસાર થઈ રહ્યુ હોવાની ભનક આવી હતી. સ્થાનિક પોલીસે હાઈવે પર ચેકિંગ હાથ ધર્યુ હતુ એ વખતે વાહન નં. જીજે૩બીવી ૯૭૫૨ પીકઅપ વાહનની તલાસી લેતા કેરીયરમા ખાસ બનાવેલા ચોરખાનામા છુપાવેલ ૧૨૪૮ વિદેશી દારૂના ચપલા મળી આવતા પો.સ.ઈન્સ.જે.કે઼.રાણાએ દારૂ નો જથ્થો કાર સહીત રૂપિયા ૬,૩૩,૩૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક બનાસકાંઠાના રામપુરાના દશરથ હરકન રબારી તથા રાજસ્થાનના ઝાલોર જીલ્લાના જારડાના બાબુરામ જવાનાજી રબારીની દારૂ પ્રકરણ મા વિધીવત અટક કરી કડક પુછતાછ કરતા દારૂની હેરાફેરી પ્રકરણમા રાજસ્થાનના પાલકુડાનો મહેન્દ્ર બાબુરામ રબારી પણ સામેલ હોવાનુ ખુલતા પોલીસે અન્ય ત્રીજા શખ્સ સુધી પહોંચવા ક્વાયત હાથ ધરી હતી. નવાઈની વાત એ છે કે, રાજ્યમાં દારૂબંધી હોવા છતા વારંવાર દારૂનો જથ્થો ઝડપાઈ છે. પરંતુ કોઈ અકળ કારણોસર તેના મૂળ ભેદી શકવામા પોલીસના હાથ ટુંકા પડે છે.જે સમાજ માટે ચિંતાનો વિષય છે.