ટંકારામા ખાનગી કંપનીએ નિયમો નેવે મુકી વીજ થાંભલા ખોડી દેતા ન્યાય માટે મામલતદાર કચેરી પાસે બે ઈસમો ભૂખ હડતાળ પર ઉતર્યા.

Oplus_131072
Advertisement
Advertisement
તંત્રની કુટનિતી પામી ખેડુત સહિત બે શખ્સોએ ગાંધીજી નો માર્ગ અપનાવ્યો.
ટંકારાના ખેડુતની ખેતીની જમીનની લગોલગ વિજ લાઈનનુ કામ કરતી ખાનગી કંપનીએ નિતિ નિયમો નેવે મુકીને ખેડુતે શેઢાથી છ ફુટ દુર વિજ થાંભલા ખોડવા પરીપત્ર અને મંજુરી હોવાથી વિરોધ કરવા છતા દાદાગીરી આચરી વિજ લાઈન ખેંચવા અંગે કલેકટર, માર્ગ મકાન વિભાગ, મામલતદાર સહિતનાઓને ફરીયાદ કરવા છતા કોઈ કાન દેતા ન હોવાથી આખરે કંટાળીને ખેડુત સહિત બે ઈસમોએ ન્યાય મેળવવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન છેડી ન્યાય ન મળે ત્યાં સુધી નિંભર તંત્રની સુસ્તી ઉડાડવા પ્રયાસ કરાયો છે.
ટંકારાના ખેડુત હેમંત મોહન દુબરીયાની ખેતી ની જમીન આવેલ છે.તેના ખેતરના શેઢે ખાનગી વિજ લાઈનનુ કામગીરી કરતી કંપની દ્વારા સરકારી પરીપત્ર તથા માર્ગ મકાન વિભાગની સ્પષ્ટ મંજુરી હોવા છતા નિતી નિયમોનો સરેઆમ ઉલાળીયો કરી ખેડુતના શેઢે પાસે ખેડુતનો વિરોધ ગણકાર્યા વગર બળજબરીથી થાંભલા ખોડી દેતા ખેડુતે નારાજ થઈ સરકારી તંત્ર સમક્ષ આધાર પુરાવા સાથે અનેકવાર કાકલુદી કરવા છતા તંત્ર ખાનગી કંપનીને છાવરી રહ્યાની અનુભૂતિ થઈ હતી. અને પોતાને ન્યાય નહીં માત્ર લુખ્ખા આશ્ર્વાસન મળી રહ્યાની ખાતરી થઈ જતા આખરે કંટાળીને તંત્રને આગોતરા જાણ કરી આખરે પ્રતિક ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવવાનુ નક્કી કરી છેલ્લા ત્રણ દિવસથી હેમંત દુબરીયા અને દિનેશ સોલંકી એ પ્રતિક ઉપવાસ આંદોલન છેડી દીધું છે.