ભૂલકાંઓને ધર્મ, પર્વ અને પ્રાચીન પરંપરા ની જાળવણી કરવા સાથે વર્તમાન સમયે પ્રકૃતિ જતન ને હૈયે રાખી ગમ્મત સાથે જ્ઞાન પિરસ્યુ…..
હાલ ઈ યુગ મા પશ્ર્ચિમી સંસ્કૃતિ ના આક્રમણ વચ્ચે ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પર્યાવરણ બચાવવા સાથે વૃક્ષોનુ જતન કરવાના ઉદ્દેશ્યથી ટંકારાના હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા રક્ષાબંધન પર્વ અંતર્ગત ખાસ થીમ તૈયાર કરી
શાળામા બાળકો પાસે પર્વ પૂર્વે જાતે રાખડી બનાવવા અભ્યાસને અસર ન થાય એવા સમયે મોકળુ મેદાન આપી રક્ષા કવચ (રાખી) તૈયાર કરાવીને શાળાના પટાંગણમાં વાવેલા વૃક્ષો ને રક્ષાસુત્ર બંધાવી વૃક્ષોનુ જતન કરવા સાથે ભૂલકાઓએ રોપેલ વૃક્ષોનુ જતન કરવા સમજ આપી પર્યાવરણ ના જતન કરવાની શીખ આપવામા આવી હતી.
વર્તમાન સમયે પશ્ર્ચિમી આક્રમણ સંસ્કાર અને સંસ્કૃતિ ઉપર હાવી થતી હોય એવા દ્શ્ય તાદશ થતા જોવા મળે છે એ વખતે એને બ્રેક મારવા ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા નાનકડા હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળાએ સરાહનીય પ્રયાસ કર્યો હતો. જેમા, ભાઈ બહેન ના પ્રેમ ના પ્રતિક ગણાતા રક્ષાબંધન તહેવાર અંતર્ગત ભૂલકાંઓને અભ્યાસમાં ખલેલ ન પહોંચે એવુ આગોતરૂ આયોજન કરી બાળકો પાસે જાતે રાખડી બનાવડાવી તૈયાર કરાવી હતી. બાદ,મા બાળકોને શિક્ષકગણ દ્વારા શાળાના મેદાનમાં વવાયેલા તમામ વૃક્ષો માત્ર વાવેતર કરી દેવાથી ફરજ પુરી થતી નથી એની સમજ આપી બાળકોને વૃક્ષો નુ જતન કરવા શીખ આપી બધા વૃક્ષોને રક્ષા કવચ રૂપે રાખડી બાંધવા માટે પ્રેરણા આપી માર્ગદર્શક બન્યા હતા. હવે તમામ વૃક્ષો ને અભ્યાસ સિવાયના સમયે પોષણ રૂપે પાણી પાઈને ઉછેરી હિંદુ ધર્મના પર્વ ના મર્મ ને પ્રાચીનકાળથી ચાલી આવતી પરંપરા ને પ્રકૃતિ સાથે સમન્વય કરી રક્ષાબંધન અને પર્યાવરણ બચાવી આવનારા દિવસોમાં વૃક્ષો ઉછેરી ગ્લોબલ વોર્મિંગ સામે કુદરતી શુધ્ધ હવા થી લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. તમામના આરોગ્યની ચિંતા કરવા ગીતાબેન સાંચલા સહિતના શિક્ષકો એ કર્યો હતો.



