ટંકારા યોગ ટીમ દ્વારા નિવૃત્ત ફૌજીઓને રક્ષાકવચ બાંધી તેઓની સેવા બિરદાવી.
ટંકારા ખાતે કાર્યરત ગર્લ્સ સંચાલિત યોગ ટીમ દ્વારા રાષ્ટ્રીય સીમા પર સુરક્ષા કરનારા ટંકારા તાલુકાના ફૌજીઓને ખાસ યાદ કરી રક્ષા કવચ રૂપે રાખડી બાંધવામાં આવી હતી. યોગ ટીમના કોચ કંચન સારેસા અને ડિમ્પલબેન સારેસાએ અખંડ ભારતના રખોપા માટે પોતાના જીવની પરવા કર્યા વગર બજાવેલી રાષ્ટ્રસેવાને બિરદાવવા માટે આ સમય યોગ્ય હોવાથી અને રાષ્ટ્ર ના સાચા હિરાઓને રાખી બાંધીને તેઓની સમાજસેવાને સલામ કરી હતી.તેઓની સાથે લેડી ટીમે જોડાઈને પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અહીંયા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પણ રક્ષા કવચ બાંધી કાયદાના રખેવાળો ની સેવા બિરદાવાઈ હતી. આ તકે, શહેરના નામી અનામી અગ્રણીઓએ ઉપસ્થિત રહી યોગ ટીમના યોગદાન ને બિરદાવેલ.



