મોરબી જીલ્લા લેન્ડ રેકર્ડ કર્મચારીઓએ ગ્રેડ પે માંગણી મુદ્દે પેનડાઉન હડતાળ કરવા સુપ્રિટેન્ડેન્ટ ને આવેદનપત્ર પાઠવ્યુ.

Oplus_131072
Advertisement
Advertisement
માંગણી નહીં સ્વિકારાઈ તો આગામી ૧૧ સપ્ટેમ્બરે પેનડાઉન કરી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરાશે, તેમ છતા ઉકેલ ન આવે તો અચોક્કસ મુદ્દત હડતાળ પર જવાની ચિમકી
જમીન દફતર ડિપાર્ટમેન્ટના રાજ્યભરના કર્મચારીઓએ પેનડાઉનનુ શસ્ત્ર ઉગામી સરકાર નુ નાક દબાવ્યુ.
લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના તમામ કર્મચારીઓએ સરકાર સમક્ષ અગાઉ ગ્રેડ પે સહિતના અનેક મુદ્દે અનેક માંગણી ઓ રજુ કરી હતી. જેનુ નિરાકરણ નહીં આવતા મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના કર્મચારીઓ પડતર માંગણીઓ નહીં સંતોષાતા નારાજ થઈ આગામી તા. ૧૧ સપ્ટેમ્બરથી પેનડાઉન હડતાળ નુ શસ્ત્ર ઉગામી હડતાળ પર ઉતરવા અલ્ટીમેટમ આપતુ આવેદનપત્ર મોરબી જીલ્લા સુપ્રિટેન્ડેન્ટ અને કલેકટરને પાઠવ્યુ હતુ. તેમ છતા ગ્રેડ પે નો મુદ્દો નહીં ઉકેલાય તો આગામી એક મહિના પછી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી લડતના મંડાણ રાજ્ય મંડળના આદેશથી કરવાની ચેતવણી પણ આપવામા આવી હતી.
મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના વર્ગ ૩ ના કર્મચારી યુનીયને જીલ્લાના વડા સુપ્રિટેન્ડેન્ટ મયુરભાઈ કરમટા ઉપરાંત, જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી પગાર ધોરણ સુધારી ગ્રેડ પે વધારવા સરકાર સમક્ષ લાંબા સમયથી માંગણી કરી હોવા છતા ઉકેલ ન આવતા નારાજ થઈ આગામી તા.૧૧ સપ્ટેમ્બરે ફરજ પર હાજર રહી કામગીરી થી અળગા રહી પેનડાઉન હડતાળ કરવાનુ આવેદનપત્ર પાઠવ્યું હતુ. આવેદનપત્ર મા રાજ્યભરના જમીન દફતર વિભાગના સર્વેયર અને સિનીયર સર્વેયર ને ગ્રેડ પે મા અન્યાય થતો હોય સુધારો કરવાનો મુદ્દો ઉકેલવા અગાઉ માંગણી કરી ચુક્યા છે. છતા સરકાર પક્ષેથી પડતર મુદ્દો ન ઉકેલાતા નારાજ થઈ આગામી તા.૧૧ સપ્ટેમ્બરે કચેરીમાં ફરજ ઉપર હાજર રહી કામગીરી થી અળગા રહી પેનડાઉન હડતાળ પાડવા આગોતરા જાણ કરી સરકારનુ નાક દબાવવા પ્રયાસ કર્યો હતો. તેમ છતા સરકારનુ વલણ કર્મચારીઓ ના મુદ્દે ઉદાસીન રહેશે તો આગામી એક મહિના પછી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી સરકારને ઢંઢોળવા રાજ્ય મંડળ દ્વારા લડતના મંડાણ કરવાની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે.