જ્ઞાતિવાદનો ભરડો..
સસ્પેન્ડ કરાયા હોવા છતા પાલિકાની ચુંટણી પણ લડાવી, વાંકુ પડતા મ્યાન કરાયેલો સસ્પેન્સન નો પત્ર મોકલીને ફરી તગેડી મુકવાનુ નાટક કરાતા પક્ષની આબરૂનુ વસ્ત્રાહરણ.
દેશના જુના કોંગ્રેસ પક્ષના નિર્ણયથી આશ્ર્ચર્ય પમાડે એવા વરવા નાટક જોઈ સામાન્ય પ્રજાનો વિશ્વાસ ડગમગી જાય એ સ્વાભાવિક છે. ગત માર્ચ મહિનામા મોરબી જીલ્લા કોંગ્રેસના અને ટંકારા રહેતા મહામંત્રી ને પાર્ટીએ પક્ષના સિધ્ધાંતોને બટો લાગે એવી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા હતા. નવાઈની વાત એ છે કે, પક્ષે જેને છ વર્ષ માટે તગેડી મુકયા હતા એ જ વ્યક્તિ ને ચાર મહિના પૂર્વે ટંકારા નગરપાલિકાની ચુંટણી માટે સામે ચાલીને પક્ષના બેનર હેઠળ મેન્ડેડ આપીને ચુંટણી લડાવી ટીકીટ આપી હતી. ત્યાં ફરી ૧૭ મી ઓગસ્ટે છ વર્ષ માટે સસ્પેન્ડ કરતો પત્ર મોકલ્યો હતો.એક જ ગુના મા એક વખત સજા ફરમાવ્યા બાદ પાંચ મહિનામાં બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવતા પક્ષની ટીકા થઈ રહી છે.
ટંકારાના રમેશ રબારીને અગાઉ મોરબી જીલ્લા મહામંત્રી નો હોદો અપાયો હતો. અને તેઓ સોસીયલ મિડિયા પ્લેટફોર્મ પર વારંવાર શાસક પક્ષ સામે અવાજ ઉઠાવી ભ્રષ્ટાચાર ઉઘાડા પાડી લડી રહ્યા હતા. ત્યારે ઓચિંતા એકાએક ગત માર્ચ મહિનામા કોંગ્રેસના તત્કાલીન પ્રમુખે પક્ષના સ્થાનિક અગ્રણીઓની કાન ભંભેરણીથી પક્ષની ઈમેજ ખરડાઈ તેવા વાહીયાત આક્ષેપોથી પાર્ટીને નુકસાન થઈ રહ્યાના બહાને પક્ષ માથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જોકે, નવાઈ એ વાતની છે કે, જેને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા એ જ વ્યક્તિ રમેશ રબારીને સસ્પેન્સના એક મહિના પછી નગરપાલિકા ની વોર્ડ નં -૫ ના ઉમેદવાર જાહેર કરી ટીકીટ અને મેન્ડેડ આપી ચુંટણી લડાવી હતી. અને ફરી આપોઆપ પક્ષના કાર્યકર બની ગયા હતા.અઠવાડીયા પૂર્વે પક્ષે હોદ્દાઓની લહાણીમા સંગઠનને વિશ્ર્વાસમા લીધા વગર માત્ર જ્ઞાતિવાદ ચલાવી કુલડીમાં ગોળ ભાંગી લેતા પક્ષની મેલી રાજરમત પટેલ વાદ સામે ખુલ્લંખુલ્લા કાગારોળ મચાવી મોરચો માંડતી રજુઆતો પક્ષના વફાદાર કાર્યકરોને સાથે રાખીને પ્રદેશ સુધી કરતા જીલ્લા પ્રમુખનો ઈગો હર્ટ થયો હોય કે ફરી હુ તુ અને રતનીયો જેવી સ્થાનિક ટોળકીને રેલો આવ્યો હોય એમ અગાઉ સસ્પેન્ડ કરાયેલા રબારી ને વર્તમાન જીલ્લા પ્રમુખે બીજી વખત એ જ બહાને છ વર્ષ માટે પાર્ટી માથી દુર કરતા કોંગ્રેસના આગલી હરોળના રાષ્ટ્રના જુના મા જુના કોંગ્રેસ પક્ષની આબરૂના ધજાગરા સંગઠનમા ગોઠવાઈ ગયેલા અગ્રણીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો તો ઠીક પરંતુ હવે તો સામાન્ય લોકો પણ પક્ષને નાટક મંડળી ગણાવી હાંસી ઉડાવી રહ્યા છે. પક્ષની વિચારધારાને માનનારા લોકો પણ ખુલ્લેઆમ કાન ફાડી નાંખે એવી જાહેરમા પક્ષમા પ્યોર જ્ઞાતિવાદ ચલાવી સામાપક્ષને ફાયદો થાય એવા ખેલ ખેલાઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે જ્ઞાતિ વાદ ડામવા રાષ્ટ્રીય નેતાગીરી રસ લઈ વહેલી તકે કોંગ્રેસની આબરૂના ઉડતા લીરા પ્રત્યે ગંભીર થાય એવી માંગ પ્રબળ બની છે.
એક વ્યક્તિને છ મહિનામા બે વખત સસ્પેન્ડ કરાયા હોવા મુદ્દે મોરબી જીલ્લા પ્રમુખ નયન અઘારા નો સંપર્ક કરતા તેમણે ગત માર્ચ મહિનામા પક્ષની ઈમેજ ખરડાઈ તેવી પ્રવૃત્તિ થી મહામંત્રી ના હોદા પરથી હટાવાયા હતા. જોકે, હવે પક્ષમાથી જ સસ્પેન્ડ કરી દેવાયા હતા. કારણ જાણવા રજુઆત કરી એટલે પગલુ લેવાયુ કે શુ? ના પ્રત્યુતર મા રજુઆત કરવાની છુટ હોય છે. પરંતુ સોસીયલ મિડિયા મા રજુઆત યોગ્ય ન હોવાનું અઘારાએ જણાવ્યું હતું.



