વર્ષોથી સંગઠનમા ગોઠવાઈ ગયેલા સંગઠન બેઠક બોલાવ્યા વગર જાતે હોદા વહેંચી લેવાની નિતી કાર્યકરોએ ઉઘાડી પાડી.
મોરબી જીલ્લા મા વર્ષોથી કોંગ્રેસપક્ષની હાલત કથળતી જવા પાછળ જેઓ હોદા ધારણ કરી લીધા પછી પ્રજા તો ઠીક પક્ષના વફાદાર કાર્યકરોને પણ દાદ દેતા ન હોવાની કાનાફુસી અંદરખાને થતી રહેતી હતી. વર્તમાનમા અંદરનો ધુંધવાટ આગ બનીને ફાટી નીકળ્યો હતો. તાજેતરમાં ટંકારામા કોંગ્રેસના બે ત્રણ સંગઠન ના છાપેલા કાટલાઓએ વારાફરથી હોદા બદલી લેવાની જાતે ચાતરેલી પ્રણાલી મુજબ સંગઠન બેઠક બોલાવ્યા વગર જીલ્લાના મળતીયા હોદેદાર સાથે ઘરમેળે પરામર્શ કરી પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીને પણ ઉલ્લુ બનાવી હોદાની બાટણી કરી લેતા પક્ષના જુના અને પાર્ટીના વફાદારો ખુલ્લીને કાગારોળ મચાવી હતી. અને સંગઠન બેઠક બોલાવી ઉપસ્થિત સંગઠનના કાર્યકર્તા ને વિશ્ર્વાસ મા લઈ નક્કી કરવા અવાજ ઉઠાવ્યો હતો. જો,,આ મુદ્દે પક્ષ દાદ ન દયે તો રાજકીય ક્ષેત્રે નિષ્ક્રિય થઈ જવાની લાગણી વ્યક્ત કરી વર્ષોથી કોંગ્રેસપક્ષની વિચારધારાને વરેલા કાર્યકરો ની કદર કરવા અનુરોધ કર્યો હતો.
તાજેતરમા, મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ટંકારા શહેર કોંગ્રેસમા સંગઠન બેઠક બોલાવ્યા વગર પ્રદેશ નેતાગીરી ને ઉંધા ચશ્મા પહેરાવી અમદાવાદ ખાતે હોદા વિતરણ કરી દેતા સ્થાનિક કાર્યકરોમાં વર્ષોથી હુ તુ અને રતનીયો ની મેલી રાજરમતથી ધુંધવાટ હતો તે ભારે રોષ સાથે લાવા બની જાહેરમા આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ પક્ષની વિચારધારાથી વર્ષોથી જોડાયેલા કોઈ અપેક્ષા વગર વફાદાર સૈનિક બની કાર્યકર્તા કાર્યકરો મા ભારે નારાજગી સાથે રોષ ફાટી નીકળ્યો હતો. આ મામલે નારાજ કાર્યકરોની ફોજ દ્વારા જીલ્લા પ્રમુખ ને રજુઆત કરતા નારાજી સાંભળ્યા વગર કોંગ્રેસ મા આવુ જ હાલશે પક્ષ છોડી જવુ હોય તો જવાનુ સંભળાવી વ્યાજબી રજુઆત પ્રત્યે હડધુત કરાતા વર્ષોથી વફાદાર રહેલા સ્થાનિક પક્ષના પાયાના કાર્યકરો કોઈ અપેક્ષા વગર કામ કરતા કાર્યકરો જાહેર મા નારાજગી વ્યક્ત કરી નિષ્ક્રિય થઈ રાજકારણ ને તિલાંજલિ આપવા સુધી કંટાળીને નિર્ણય કરવા નિશ્ર્ચય કરી લીધો હોવાનું જાણવા મળે છે. અને આ મામલે પ્રદેશ નેતાગીરી ને અંગત રસ લઈ હુ તુ અને રતનીયો નિતીથી વાકેફ કરી વારાફરથી હોદા ઘરમેળે વેચી લેવાની મેલી રમતનો ચિતાર રજુ કરશે. તેમ છતા ફેરફાર નહીં થાય તો આવનારા દિવસોમાં ટંકારા તાલુકામા કોંગ્રેસ નામશેષ થવાની શક્યતા વર્તાઈ રહી છે.



