ટંકારામા જીનીંગ મિલ્સમા ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ૧૯ શખ્સોને ૧,૮૦ લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા.
જીન મા કપાસ ને બદલે જુગારીઓ ભેગા થઈ પતા ટીચવાનો અવાજ પોલીસના કાને પહોંચ્યો.
ટંકારાના લતીપર રોડ પર આવેલ ધર્મજીવન નામની જીનીંગ ફેક્ટરીમા કપાસ પિલવાના જીન મિલ્સનો ઓનર પતા પ્રેમીઓને નોતરી જુગારધામ ચલાવી રહ્યો હોવાની ટંકારા પોલીસને બાતમી મળતા પોલીસે છાપો મારી ૧૯ જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી રૂપિયા એક લાખ ત્રીસ હજાર રોકડા સહિત કુલ એક લાખ એંસી હજાર ની મતા સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટંકારાના પોલીસ ઈન્સ્પેકટર જે.ડી.ઝઃલાને ખાનગી બાતમી મળી હતી કે, શહેરના લતીપર રોડ પર આવેલ ધર્મજીવન નામની જીનીંગ મિલ્સમા માલિક ધંધાની આડ મા નાલ ઉઘરાવી જુગારધામ ચાલુ કર્યુ હોવાની હકીકત મળતા પોલીસે બાતમી આધારે ખરાઈ કર્યા બાદ બિલ્લીપગે ત્રાટકતા પતા ટીચવામા લીન જુગારીઓના પોલીસને જોઈ ઘડીકવાર હોંશ ઉડી ગયા હતા હતા.પોલીસે સ્થળ પર થી ૧૯ પતા પ્રેમીઓને રોકડા રૂપિયા એક લાખ ત્રીસ હજાર ઉપરાંત, કુલ રૂપિયા એક લાખ એંસી હજાર ની મતા સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ શખ્સોને નસીબ અજમાવતા પોલીસે દબોચ્યા.
અક્ષય રસીક ગજેરા રહે-કલ્યાણપર તા.ટંકારા, વિવેક ગણેશ નમેરા રહે-હરબટીયારી તા.ટંકારા, પ્રફુલ અમરશી ભાગીયા રહે-ગણેશપર તા.ટંકારા, હેમાંગ રજનીશ ભાગીયા રહે-સાધુ વાસવાણી રોડ, રાજકોટ, યશ ઠાકરશી ગજેરા રહે-રાજકોટ, સુભાષ ધીરજલાલ ડાકા રહે-મોરબી, દર્શનમનસુખ ભાગીયા રહે-ગણેશપર તા.ટંકારા, મીતેશ ગંગારામ નમેરા રહે. હરબટીયાળી તા.ટંકારા, હાર્દીક ભરત ભાગીયા રહે. રાજકોટ, રાજ રજનીકાંત સંઘાણી રહે. હરબટીયાળી તા.ટંકારા, મેહુલ જગદીશ દુબરીયા રહે. ટંકારા, વિશાલ નાગજી ભાગીયા રહે. ગણેશપર તા.ટંકારા, ચુનીલ ત્રીભોવન ભાગીયા રહે. ગણેશપર તા.ટંકારા, ભાર્ગવ પ્રવિણ ભાગીયા રાજકોટ, હર્ષેદ વેલજી નમેરા રહે. હરબટીયાળી તા.ટંકારા, નીખીલ ભાવેશ નમેરા રહે. હરબટીયાળી તા.ટંકારા, અભીષેક લલીત પીપળીયા રાજકોટ, કશ્યપ રસીક પટેલ રહે. જયનગર તા.ટંકારા, આશીષ મુળજી ભાગીયા રહે. ગણેશપર તા.ટંકારા.



