સરાયા ગામે વરસતા વરસાદમાં નિશાચરો ઘરધણી ની નિંદર ભંગ કર્યા વગર પોણાબે લાખની મતા ઉઠાવી ગયા.

Advertisement
Advertisement
સરાયા ગામે વરસાદનો લાભ હરામખોરો ગામડાના ઘરને નિશાન બનાવ્યું…
ટંકારા તાલુકાના સરાયા ગામે મુશળધાર વરસાદ હોવાથી લોકો પોતપોતાના આશિયાનામા પરીવાર સાથે મીઠી નિંદર માણી રહ્યા હતા. એ ચોમાસાની મોસમ નો લાભ લઈ તસ્કરોએ બેંક કર્મચારીના રહેણાંક મકાનને નિશાન બનાવી ઘરધણી ની નિંદર મા ખલેલ પાડ્યા વગર નિશાચરો ઘર ફંફોસી ઘર પડેલા રોકડ રકમ ઉપરાંત,સોનાની માળા સહિત રૂપિયા ૧,૭૨,૦૦૦ ની મતા ચોરી નાસી છુટ્યા હતા. બનાવ અંગે ભોગ બનેલા ઘરધણી એ ટંકારા પોલીસ થાણામાં બનાવની વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
 ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા સરાયા ગામે રહેતા અને વાંકાનેર ખાતે રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકમા ફરજ બજાવતા લલીત મોતીભાઈ ઢેઢીએ ટંકારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે, વરસાદી માહોલ હોવાથી ગામડાના તમામ પરીવારો સહિત પોતે પણ ઘરબંધ કરી મીઠી નિંદ્રામાં પોઢી ગયા હતા. મુશળધાર વરસાદથી ચોતરફ સન્નાટો હોય એ મેઘાવી માહોલ નો લાભ લઈ નિશાચરો ઘરધણી ની નિંદર મા ખલેલ પાડ્યા વગર મોડી રાત્રે પોતાના ઘરમા ખાબકી ઘરના કમરામાં રહેલ લોખંડ ના કબાટ તોડી તેમા રહેલ રોકડા રૂપિયા ૧૫ હજાર ઉપરાંત,, સોનાની માળા સહિત કુલ રૂપિયા ૧ લાખ ૭૨ હજાર ની મતા ચોરી વરસાદ નો લાભ લઈ નાસી છુટ્યા હતા. બનાવ અંગે ઘરધણી ને સવારે ચોરી થયાની જાણ થતા ફરીયાદ નોંધાવી હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.