૨૪ કલાકમા દસ ઈંચ સાથે મેઘરાજા એ આખા તાલુકાને ધમરોળી નાખ્યો.

ટંકારામા મેઘરાજા છેલ્લા ૨૪ કલાક સુધી અવિરતપણે મનમુકીને વરસ્યા હતા. ધીંગુ હેત વરસાવી ખુશખુશાલ કરી દીધા હતા.
ટંકારા તાલુકામાં શુક્રવારે રાત્રે મેઘસવારી આવી પહોંચી ર૪ કલાક મા ૧૦ ઈંચ મુશળધાર અવિરત હેત વરસાવ્યુ હતુ. શનિવારે સાંજે છ વાગ્યે થોડો વિરામ લીધો હતો. હજુ માહોલ જોવા મળે છે. સીઝન નો કુલ સાડા ચૌદ ઈંચ (૩૬૪ મીમી ) મુશળધાર અવિરત હેત વરસાવ્યુ હતુ. સમગ્ર વિશ્વમાં તાલુકામા મુશળધાર વરસાદ થી ગજડી ઘુનડા રોડ પર આવેલ નદી પર ના કોઝવે છલકાઈ ઉઠતા રોડ રસ્તા બંધ થયા હતા. જોકે, ક્યાંય નુકસાન થયાના વાવડ સાંપડ્યા નથી. મેઘરાજા ની અમી દષ્ટિ એ એક જ રાતમાં નદી નાળા તળાવ છલકાવી દીધા હતા.


