ટંકારા બારએસોસિયેશને રાજકોટ ખાતે હાઈકોર્ટ બેચ આપવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Advertisement
Advertisement
 રાજકોટ બાર એસોસિયેશન દ્વારા ચાલતી મુહિમ ને ટેકો આપવા નિર્ણય કર્યો.

Oplus_131072
રાજકોટ ખાતે હાઈકોર્ટ આપવા માટે રાજકોટ બાર એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના હજારો અસીલો ને ન્યાય માટે સમય, શક્તિ અને આર્થિક બોજ વેંઢારવો પડે છે. હાલ સરકાર ઉપરાંત, સુપ્રીમ કોર્ટ સુધી રજુઆત ને મજબુત બનાવવા ચાલતી મુહિમ ને ટેકો આપવા ટંકારા બાર એસોસિયેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ‌‌.
ટંકારા વકિલમંડળના તમામ મેમ્બરોએ તાકિદ ની બેઠક બોલાવી રાજકોટ બાર એસોસિયેશનની વ્યાજબી માંગણી હોય સૌરાષ્ટ્ર ને રાજ્યની વડી અદાલત મળે તો સૌરાષ્ટ્ર કચ્છ ના હજારો પેન્ડીગ કેસો નો સમયસર નિકાલ થાય સાથે જ કેસ સબબે વર્ષો સુધી અમદાવાદ સુધી દોડધામ થી શારીરીક અને માનસિક થાક સાથે સમય શક્તિ સાથે આર્થિક બોજ વેંઢારવા થી રાહત મળે તેવા થઈ રહેલા પ્રયાસો ને સંપૂર્ણ ટેકો આપવા નિર્ણય કરી તમામ વકિલો એકજુથ થઈ ટંકારા મામલતદાર કચેરીએ પહોંચી અહીંયા મામલતદાર પ્રફુલ્લભાઈ ગોરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. અને બુધવારે એક દિવસ કોર્ટ કાર્યવાહી થી અલિપ્ત રહી સરકાર સુધી અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો.વકિલોની લાગણી સરકાર મા પહોંચાડવા માંગણી કરી હતી.