ઓટાળા ગામે પાણીના ખાબોચીયામા પડી જવાથી નેસડા ના આધેડ ખેડુતનુ મોત નિપજયુ.

ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમ માર્ગે પસાર થતા ગામડાના સ્થાનિક આધેડ ખેડુત પાણી ભરેલા ખાડા મા ખાબકતા ડુબી જવાથી તેમનુ મોત નિપજ્યું હતુ. બનાવ અંગે ટંકારા પોલીસને બનાવની જાણ થતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી
ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા ઓટાળા ગામની સીમમા નેસડા ગામ જવાનો કાચો મારગ આવેલ છે. મારગમા વચ્ચે પાણી ભરેલો કાચો ખાબોચીયુ આવેલ હોય અહીંયા થી નેસડા ગામનો સ્થાનિક બેતાલીસ વર્ષિય ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુન્દ્રા નામના આધેડ ખેડુત પસાર થઈ રહ્યા હતા એ વખતે કોઈ કારણથી પાણી ભરેલા ખાડામા પડી ગયા હતા. અને ડુબી જવાથી તેઓનુ મોત નિપજ્યું હતુ. બનાવ અંગે ટંકારા પોલીસને બનાવની જાણ થતા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી


