અગાઉ પોલીસે સાત શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી મહત્તમ રકમ રીકવર કરી ભોગ બનનાર ને પરત કરી દીધી હતી.

ટંકારા નજીક હાઈવે પર દસેક માસ પૂર્વે આંગડીયા કાર ને આંતરી રૂપિયા ૯૦ લાખ ની ધોળા દિવસે થયેલી દિલધડક લુંટ પ્રકરણમા પોલીસે બનાવની ગંભીરતા પારખી ચલાવેલી ત્વરિત કામગીરી દરમિયાન બે શખ્સો નાકાબંધી કરી ત્વરીત ઝડપી લીધા બાદ લુંટ મા સંડોવાયેલા શખ્સોને સમયાંતરે એક બાદ એક ને છાનભીન કરી ઝડપી પાડીને લુંટ પૈકી ની મહતમ રોકડ રકમ રીકવર કરી લઈને જેલ ના સળીયા પાછળ ધકેલી દીધા હતા.જોકે, લુંટ નો પ્લાન ઘડવામા સંડોવાયેલ પૈકીનો મૂળ સુરતનો એક શખ્સ પોલીસથી બચવા નાસતો ફરતો હોય એ ઈસમ ટંકારા લટાર મારવા આવ્યો હોવાની સચોટ બાતમી આધારે પોલીસે પકડી પાડી વધુ વિગતો ઓકાવવા તજવીજ હાથ ધરી હતી.
બનાવની વિગત અનુસાર આજથી દસેક મહિના પૂર્વે ગત તા. ૨૧ મી જુલાઈ ની સમી સાંજે રાજકોટ થી રોકડ રકમ નો હવાલો આપવા મોરબી જવા હાઈવે પર નિકળેલી આંગડીયા કાર નો સતત પીછો કરી ટંંકારા નજીક અન્ય કાર થી ઠોકર મારી અકસ્માત સર્જી હાઈવે પર આવેલી રૂપિયા ૯૦ લાખ ની દિલધડક લુંટ કરવાના પ્રકરણમા પોલીસે બનાવની ગંભીરતા પારખી તાબડતોબ હરકતમા આવીને સમયાંતરે લુંટારાઓ ને જુદી જુદી જગ્યાએથી પીછો કરી ઝડપી લીધા બાદ લુંટ પૈકી ની મહતમ રોકડ રકમ રીકવર કરી લઈને અત્યારસુધી ઝડપાયેલા સાતેક શખ્સોને જેલ ના સળીયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે, લુંટમા સામેલ મૂળ ભાવનગર જીલ્લાના સાંજણાસર નો હાલ સુરત રહેતો ત્રેવીસ વર્ષિય ભરવાડ દર્શિલ કરસન બોળીયા ટંકારા લટાર મારવા આવ્યો હોવાની સચોટ બાતમી મોરબી એલસીબી અને ફર્લો સ્ક્વોડના સ્ટાફને મળતા ક્રાઈમ બ્રાન્ચના પોસઈ ભટ્ટ, સ્ક્વોડના પોસઈ માલાણીએ પોતાની ટીમના ઈશ્વરભાઈ, શેખરભાઈ, ભરતભાઈ, પ્રદિપસિંહ સહિતનાઓ સાથે બિલ્લિપગે ટંકારા લતિપર ચોકડી પર છુપાઈને દબોચી લીધો હતો. લુંટ ની વધુ તપાસ હાથ ધરી વિગતો ઓકાવવા ટંકારા પોલીસ હવાલે કર્યો હતો.
———————————————————————
અગાઉ આ શખ્સોને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
———————————————————————
ગત ૨૧ મી જુલાઈએ આંગડીયા પેઢીના ઓનર નિલેષ ભાલોડી ડ્રાયવર જયસુખ ફેફર રોકડ રકમ મોરબી પહોંચાડવા હાઈવે પર પસાર થઈ રહ્યા હતા એ વખતે રાજકોટથી જ બે કાર સાથે પીછો કરી રહેલા શખ્સોએ ટંંકારા નજીક આંગડીયા કાર ને ઠોકર મારી અકસ્માત સર્જી ચલાવેલી લુંટ મા જીલ્લાભરની પોલીસે હાઈવે પર નાકાબંધી કરી ગણતરીની કલાકોમા ભાવનગરના ભરવાડ અભિ લાલા અલગોતર અને અભિજીત ભાવેશ ભાર્ગવ નામના બે શખ્સોને ટંંકારા તાલુકાના હિરાપર ગામ નજીક થી દબોચી લીધા બાદ તેની કબુલાત આધારે લુંટ ની ટીપ આપી લુંટ નો તખ્તો ઘડવાનો માસ્ટર માઈન્ડ ટંંકારા નો સ્થાનિક કારખાનેદાર લખધીરગઢ ગામનો દિગ્વિજય અમરસી ઢેઢી ને ઝડપી લીધા બાદ, ભાવનગર જીલ્લાના આંજણાસર ગામના હિતેષ પાંચા ચાવડાને પાલિતાણા તાલુકાના દુધાળા ના વિજાબાપાના આશ્રમેથી જ્યારે, સુરતના મેહુલ બલદાણીયા ઉર્ફે કાનો આહિર ઉપરાંત, નાસતા ફરતા ભાવનગરના ભરવાડ નિકુલ કાના અલગોતર ને ચોટીલા હાઈવેથી, અલ્પેશસિંહ કનુભા ઉર્ફે અલ્પેશ જોગરાણાને જામનગરથી દબોચી તમામને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા હતા. જ્યારે, લુંટ મા સંડોવાયેલો ફરાર દર્શિલ ભરવાડ ઝડપાઈ જતા આઠેય શખ્સો ઝડપાઈ ગયા હતા.


