મિતાણાની સીમમા આવેલ ફેકટરીમા તસ્કરો ખાબકયા, ૧૫૦ કિલો કોપરવાયર ઉસેડી ગયા.

Advertisement
Advertisement
સીમમા ખાસ રખેવાળી ન હોવાનુ જાણતા નિશાચરો ૧૫૦ કિલો કિંમતી ધાતુ કોપર વાયર ઉસેડી ગયા.
અંતરીયાળ સીમમા મોટેભાગે રખોપા ન હોવાથી રેઢુપળ હોવાથી હાથફેરો કરવામા બહુ જોખમ ન હોવાનુ જાણતા તસ્કરોએ ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમા આવેલ ફેક્ટરીમા મધરાતે તસ્કરોએ ખાબકીને ખુલ્લા પટમા પડેલ કોપરના વાયરનો જથ્થો ઉસેડી ગયા હતા. ચોરીના બનાવ અંગે ભોગ બનેલા માલિકે ટંકારા પોલીસ સ્ટેશનમા ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
દિવસભર ધોમધખતો તાપ હોવાથી ઉનાળો શહેરી વિસ્તારમા કુદરતી ઠંડી હવાની મસ્ત લહેરખી માણવા લોકોની સતત ચહલપહલ વધુ રહેતી હોવાથી તસ્કરો ને ધારી સફળતા મેળવવી અઘરી હોવાથી નિશાચરોએ હમણાથી સીમવગડામા પસંદગી ઉતારી હોય એમ બે માસ પૂર્વે ટંકારા પંથકના વિજતંત્રના pgvcl વિભાગની હકુમત હેઠળના સાવડી, સરાયા, હિરાપર, મિતાણા સહિતના ગામડાઓની સીમમા વિજપુરવઠો સપ્લાય કરતા વિજ થાંભલે લટકતા એલ્યુમીનિયમ ધાતુના કિંમતી વિજવાયરો ચોરીને વિજતંત્રની ઉંઘ હરામ કરી દીધી હતી.જોકે, ફરીયાદ બાદ પોલીસે હરકતમા આવી ચોરીના ૯,૨૯,૭૫૦/- ના મુદ્દામાલ સાથે તસ્કરોને ઝડપી આબરૂ બચાવી લીધી હતી. ત્યા ફરી મિતાણા ની સીમમા આવેલ ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી ખુલ્લા પટમા પડેલ દોઢસો કિલો જેટલો કિંમતી ધાતુ કોપર વાયર ઉપાડી જઈ ચોરીને અંજામ આપી પોલીસ પેટ્રોલિંગ ના ધજીયા ઉડાવ્યા હતા. બનાવ અંગે ભોગ બનેલા ફેક્ટરી માલિક રાજકોટ રહેતા મુકેશ નાથા ઝાલાવાડીયાએ પોતાની ફેક્ટરીમા ચોરી થયાની રાવ ટંકારા પોલીસમા કરતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.