ટંકારા: HSC બોર્ડમા અવ્વલ નંબરે ઉત્તિર્ણ થઈ કક્કડ પરીવાર નુ ગૌરવ વધાર્યુ.

Advertisement
Advertisement
Oplus_131072
ટંકારા કોંગ્રેસ અગ્રણી અને લોહાણા સમાજના ધર્મેન્દ્રભાઈ કક્કડ ના સુપુત્ર જય કક્કડે ધોરણ ૧૨ કોમર્સ HSC બોર્ડ એક્ઝામમા ૯૯.૨૩ પી.આર. સાથે ઉત્તિર્ણ થઈ ટંકારા અને લોહાણાસમાજનુ ગૌરવ વધાર્યુ છે. જય કક્કડે સ્ટ્રેટેસ્ટીક અને એકાઉન્ટ વિષય મા ૧૦૦ માથી ૧૦૦ માર્ક્સ મેળવી અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો હતો. મિતલબેનનો લાડકવાયો જય હજુ આગળ ઉચ્ચ અભ્યાસ કરી કારકિર્દી ઘડવાની ઈચ્છા ધરાવે છે. ઉજ્જવળ પરીણામ હાંસલ કરનાર જય બોર્ડ મા અભ્યાસ કરવા સાથે પિતાના વ્યવસાયમા ખભો મિલાવી સખત પરિશ્રમ કરીને ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી સાબિત કર્યુ હતુ કે, મન મક્કમ હોય તો કપરા ચઢાણ પાર કરી ઉત્કૃષ્ટ પરીણામ મેળવી શકાય છે. ઉત્કૃષ્ટ પરિણામ બદલ જય ઉપર ચોમેરથી અભિનંદન ના પુષ્પો વરસ્યા હતા.