સરાયા ગામે ઘરે દેશી દારૂ સંઘરી વેપલો કરતો શખ્સ ઝડપાયો.

Advertisement
Advertisement
ટુંકા રસ્તે કમાણી કરવાના ગામડાના શખ્સના ઓરતા પર પોલીસે કાયદાનો દંડો વીંઝયો.
Oplus_131072
ટંકારાના સરાયા ગામનો ગામડાનો શખ્સ ટુંકા રસ્તે કમાણી કરવાના ઈરાદે જથ્થાબંધ દેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરે સંઘરીને બંધાણીઓની પ્યાસ  બુઝાવી રહ્યો હોવાની બાતમી જીલ્લા ક્રાઈમ બ્રાન્ચને મળતા એલસીબી પોલીસની ટુકડી બિલ્લીપગે ગામડે ત્રાટકી છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પર થી દેશી દારૂ ૨૮૯ લીટર કિંમત રૂપિયા ૫૭,૮૦૦/- ના મુદ્દામાલ મળી આવતા દારૂનો ધંધો કરતા શખ્સ ને સ્થળ પરથી ઝડપી લઈ દારૂનો જથ્થો કબજા મા લીધો હતો.જયારે, આ ધંધામા વધુ એક શખ્સનુ નામ ખુલતા તેના કોલર સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ટંકારા તાલુકાના લતીપર હાઈવે પર આવેલા નાનકડા સરાયા ગામે રહેતા સંધી ઈમ્તિયાઝ ઉર્ફે ઈમ્તુ અબ્દુલ જેસાણી નામનો ગામડાનો શખ્સ ટુંકા રસ્તે ખનખનીયા રળી લેવા ના ઈરાદે દેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરે રહેણાંક મકાનમા દારૂનો જથ્થો સંઘરી બંધાણીઓ ને વેચાણ કરી રહ્યો હોવાની સચોટ બાતમી મોરબી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. બાતમી મળતા એલસીબીના ઈન્ચાર્જ પો.ઈ. આર.સી.ગોહિલ, પો.સ.ઈ. બી.ડી.ભટ્ટ, ફર્લો સ્ક્વોડના માલાણી સહિત ની ટીમે વોચ ગોઠવી ખાતરી કરી લીધા પછી જયા દારૂ સંઘર્યો હતો તે ઈમ્તિયાઝના ઘરે બિલ્લીપગે પોલીસ ટુકડીએ ત્રાટકી છાપો માર્યો હતો. પોલીસને સ્થળ ઉપરથી દેશી દારૂ ૨૮૯ લીટર દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. પોલીસે  રૂપિયા ૫૭,૮૦૦/- નો મુદ્દામાલ કબજે લઈ દેશી દારૂનો ધંધો કરતા શખ્સને દારૂ ના જથ્થા સાથે સ્થળ પર થી જ સકંજામા લઈ પ્રોહીબિશન એક્ટ હેઠળ ધોરણસર ની કાર્યવાહી કરી હતી. જોકે, હાથ લાગેલા શખ્સની પ્રાથમિક પુછતાછમા દારૂના ધંધામા અન્ય વધુ એક શખ્સ રાજકોટના જાળીયા ગામના રાહુલ દેવીપુજકનુ નામ ખુલતા પોલીસે તેના કોલર સુધી પહોંચવા ક્વાયત હાથ ધરી હતી.