
ટંકારામા કોઈપણ જાતના જ્ઞાતિ -ધર્મ ના ભેદભાવ વગર માત્ર માનવસેવાના ઉમદા ભાવથી દર્દીઓની સેવા કરવા માટે વોકર, વ્હિલ ચેર, એરબેડ, ટોયલેટ ચેર, બેડ સહિતના પિડામા રાહત આપતા સાધનો ની સેવા શહેરના હાઈવે કાંઠે આવેલ મહર્ષિ દયાનંદ સોસાયટી મા રહેતા ચનાભાઈ કટારીયા દ્વારા છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામા આવી છે… જરૂરીયાતમંદ પરીવાર ના સભ્યોએ ડિપોઝીટ જમા કરાવી સેવા મેળવવા અનુરોધ કરાયો છે. યાદ રહે આપનુ દુખ દર્દ પૂર્ણ થયે સાધન પરત કર્યે ડીપોઝીટ પરત મળી જવાની છે..


