ટંકારા: બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિને આદર્શજીવન સપ્તપદી યોજાઈ.

Advertisement
Advertisement
Oplus_131072
ટંકારા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા વિશ્વ મહિલા દિને નારીશક્તિના આદર્શ જીવનના સાત પગથિયા અંગેનો સંદેશો પાઠવી ધર્મ ના મર્મની સમજ આપી સાસુ વહુ  વચ્ચે સ્નેહ કેળવાઈ અને શાંત ચિતે ચિંતન કરી સ્ત્રી શકિતને સંગઠિત રહી ઘર ને સ્વર્ગ બનાવવા અપીલ કરાઈ હતી.
 ટંકારા ખાતે કાર્યરત બ્રહ્માકુમારીઝ સેન્ટર દ્વારા વિશ્વ મહિલા દિવસે સ્ત્રીઓ માટે ખાસ આદર્શ જીવનની ચાવી શુ છે? વિષય પર યોજાયેલ કાર્યક્રમનો પ્રારંભ અતિથિ તરીકે ઉપસ્થિત ફીજીયોથેરાપિસ્ટ ડૉ.સારિકાબેન,નર્સ નિમુબેન, ટીચર જાગૃતિબેન સહિતનાઓએ દીપ પ્રાગટ્યથી કર્યો હતો.આ તકે, નારીશક્તિને આદર્શ જીવનના લક્ષ્યને સાધવા માટે  આદર્શ નારીના સાત પગથિયા ની વિસ્તૃત સમજ અપાઈ હતી. જેમા, પ્રથમ પગથિયું સંસ્કારી સંતાન, બીજુ પરીવારમા સંબંધોમા સુમેળ, ત્રીજુ સાદગી પૂર્ણ જીવન, ચોથુ સાત્વિક ભોજન, પાચમુ ઘરે જ પ્રતિદીન સાધના, છઠ્ઠુ શારીરિક સ્વાસ્થ્ય અને સાતમુ પગથીયુ સાત્વિક જીવનશૈલી. આ સાત પગથીયા ઉપર ગૃહ લક્ષ્મિએ ચાલવા સંદેશો પાઠવી સ્ત્રીને ત્રણ પ્રકાર ની  લક્ષ્મી ગણાવતા સંધ્યાદીદીએ સ્ત્રીને ગૃહલક્ષ્મી,  ધનલક્ષ્મી અને ધાન્યલક્ષ્મી ગણાવી ઘરગૃહસ્થી કેવી રીતે ચલાવવુ એનો અર્થ ધર્મ સાથે વણીને સમજાવ્યો હતો. એકતાદીદીએ આવકના સ્ત્રોત પ્રમાણે ખર્ચ કરવાથી ઘર મંદિર અને ઘર ભાગવત બને જયારે આવકથી વધુ ખર્ચ થવાથી મહાભારત સર્જાવાનો મર્મ કુનેહપૂર્વક સમજાવ્યો હતો. અંત મા, ઉપસ્થિત સાસુ વહુ વચ્ચે સ્નેહ લાગણી અને હેત પ્રેમ માટે સ્નેહ મિલનનો સંકલ્પ લેવડાવી ઘર-સમાજ ની શાંતિ માટે સ્થિર મને શિવશક્તિ નુ સામુહિક સ્મરણ કરાયુ હતુ.