વાછકપરના અંતરીયાળ જીપમા ભટકતા શખ્સને ટપારતા ૯,૨૯,૭૫૦/- નો મુદ્દામાલ ઝડપાયો.

ટંકારા પંથકમા છેલ્લા ચાર દિવસમા તસ્કરોએ ઉપરા છાપરી તરખાટ મચાવી વિજતંત્રની હકુમત હેઠળના સીમમા વિજપુરવઠો વહન કરતા ઉભેલા થાંભલા પર લટકતા કિંમતી વિજવાયરો કાપીને મસમોટી ચોરીને અંજામ આપી વિજતંત્રને ઝટકો આપવાની ફરીયાદ ટંકારા પોલીસ થાણામા દાખલ થતા હરકતમા આવેલ પોલીસે થાંભલા ઉપર લટકતા જીવતા એલ્યુમિનીયમ ના વાયરચોરોને પકડવા રાત્રે સઘન પેટ્રોલિંગ હાથ ધરી મોડીરાત્રે અંતરીયાળ રોડ પર આટાફેરા કરતી જીપને તપાસતા વિજચોરી કરનારો એક તસ્કર રૂપિયા ૯,૧૯, ૭૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. જયારે, અન્ય ત્રણ શખ્સોના નામ ખુલતા તેના કોલર સુધી પહોંચવા પોલીસે કમર કસી છે.

શહેરી વિસ્તારમા લોકોની સતત ચહલપહલથી તસ્કરો ને ધારી સફળતા મળતી ન હોવાથી હમણાથી સીમવગડામા પસંદગી ઉતારી હોય એમ છેલ્લા ચાર પાંચ દિવસથી ટંકારા પંથકમા વિજતંત્રના pgvcl વિભાગની હકુમત હેઠળના ગામડાઓની સીમમા વિજપુરવઠો સપ્લાય કરતા વિજ થાંભલે લટકતા એલ્યુમીનિયમ ધાતુના કિંમતી વિજવાયરો ચોરીને અંજામ આપી વિજતંત્રની ઉંઘ હરામ કરી દઈ સાવડી, હિરાપર, સરાયા અને મિતાણાની સીમ ફિડરના ૯૦૪૦ મીટર વાયર મધરાતે કાપીને ઉસેડી ગયા હોવાની ફરીયાદ pgvcl ના મોરબી રહેતા નાયબ કાર્યપાલક ઈજનેર અશ્વિન દિનેશભાઈ ભુવાએ ટંકારા પોલીસ સ્ટેશનમા નોંધાવતા ટંકારા પોલીસ હરકતમા આવી ગામડામા પેટ્રોલિંગમા હતી એ દરમિયાન તાલુકાના છતરથી વાછકપર ગામને જોડતા અંતરીયાળ રોડ પર જીપ નં. જીજે૦૩-બીડબલ્યુ ૩૧૫૭ પસાર થતા ચાલકને અટકાવી તલાસી લેતા બોલેરોજીપ માથી વાયરના ફિંડલા મળતા સ્થળ પર પોલીસની ભાષામા પુછતાછ કરતા વિજવાયર ચોરી કબુલી ચોરી કરેલ વધુ મુદ્દામાલ છતર પાસે ભંગારના ડેલામા સંઘર્યો હોય જે કાઢી આપી પોલીસ પાસે પોપટ બનેલા રાજસ્થાન રાજયના રાજસમંદ જીલ્લાના ડીડવાના ગામના કિશન મોહન ગુર્જર ને રૂપિયા ૫,૧૯,૭૫૦/- નો ૧૩૯૦ કિલો વાયર ઉપરાંત જીપ, મોબાઈલ સહિત રૂપિયા ૯,૨૯,૭૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપીને વધુ પુછપરછ કરતા તેણે ચોરીમા કિશન આશારામ ગુર્જર, કૈલાશસીંગ રાવત અને શ્રવણસિંહ સહિતના ત્રણ રાજસ્થાનીના નામ પોલીસને આપતા પોલીસે ચોરીમા સામેલ ત્રણેયને હાથવગા કરવા કવાયત આદરી હતી. જેમા, કૈલાશ હાલ ટંકારામા વસતો હોવાનુ પણ જણાવ્યુ હતુ.


