​ટંકારા- પડધરી રોડ પર હમીરપર પાસે બે કાર વચ્ચે  અકસ્માત, છ વ્યક્તિ ઘાયલ

Advertisement
Advertisement
દારૂના નશામા ચાલકે અકસ્માત સર્જયાની તથા કારમા દારૂની બોટલ હોવાની ઘટનાસ્થાને ચર્ચા.
Oplus_131072
ટંકારા- પડધરી રોડ પર આવેલ હમીરપર ગામના પાટિયા પાસે બે કાર સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધમાકાભેર સર્જાયેલા ભયાનક અકસ્માતમા બંને કાર ના કુરચા બોલી ગયા હોય નજરે જોનારાઓને ઘડીભર કારમી ચિચીયારીથી અઘટીત બનાવની ભનક આવી હતી. જોકે, અકસ્માત મા છ વ્યક્તિ ને ગંભીર ઈજા હોય સત્વરે ૧૦૮ ની મદદથી પડધરી હોસ્પિટલે કણસતી હાલતે ખસેડાયા હતા. ઘટનાસ્થળેથી જાણવા મળ્યા મુજબ કાર અકસ્માત ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ને કારણે દુર્ઘટના ઘટી હોવાનુ જાણવા મળે છે.
​મળતી માહિતી મુજબ, ગુરૂવારે સવારે ટંકારા તાલુકા મથકથી પડધરી તાલુકાને જોડતા રોડ ઉપર મિતાણા તરફથી પસાર થતી પંચ કાર નં.GJ 10 DR 0611 સાથેથી આવતી વેગોનઆર કાર નં.GJ 10 DE 2735 વચ્ચે હમીરપર ગામના પાટીયા પાસે સામસામે ધડાકાભેર ટકરાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના ધમાકાથી નજીકના લોકો મદદે દોડયા હતા. અકસ્માત જોનારાઓને ઘડીભર અઘટીત બનાવ ની ભનક આવતા ગભરાટ ફેલાયો હતો. જોકે, તાબડતોબ ૧૦૮ ની મદદથી કણસતા ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે પડધરી હોસ્પિટલ ખસેડયા હતા. અકસ્માત સ્થળેથી જાણવા મળ્યા મુજબ એક કાર માથી દારૂની બોટલો મળી આવી હતી.અને કાર ચાલક નશો કરેલી હાલતમા હોય સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરતા હતા.