શિવરાત્રીએ ચાર પ્રહર પુજા દરમિયાન મહર્ષિ ને શિવમંદિરે બોધ પ્રાપ્ત થયાનુ માની આર્યસમાજીઓ ૧૯૬૦ થી બોધોત્સવ ઉજવે છે.

આગામી રવિવારે મહાશિવરાત્રી પર્વે મહષિઁ દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા દ્વિ દિવસીય ૠષિ બોધોત્સવ ઉજવાશે. આ પ્રસંગે દિલ્હી સ્થિત ટ્રસ્ટીઓ ખાસ આગોતરા પધારી ઋગ્વેદ સાપ્તાહિક યજ્ઞમા ઉપસ્થિત રહેશે. આર્યધર્મ દ્વારા ઉજવાતા ત્રિદિવસીય બોધોત્સવ પ્રસંગે ૭ કીમી ની મેરેથોન દોડ ઉપરાંત, વૈદિક ધર્મ ની આહલેક જગાવતી અને મહર્ષિ ગાથા રજુ કરતી શોભાયાત્રા, આર્ય સભા, શ્રધ્ધાંજલી સભા સહિતના અનેક કાર્યક્રમો યોજાશે.
મહાશિવરાત્રી પર્વ એટલે હિંદુ સમાજ માટે ભગવાન શિવજીની આરાધના કરવાનો અનેરો મહિમા છે. મહા શિવરાત્રીના દિવસે શિવ ભક્તો આખો દિવસ શિવ પુજા અર્ચના કરી શિવભક્તિ કરે છે. જ્યારે, રાત્રે શિવભક્તો મહાદેવ મંદિરે ચાર પ્રહરની પુજા આરાધના કરે છે. કહેવાય છે કે, બસો વર્ષ પૂર્વે મહાશિવરાત્રી ની ચાર પ્રહરની પુજા અર્ચના દરમિયાન બાળ દયાનંદ
(મૂળ નામ મૂળશંકર) પિતા સાથે શિવમંદિરે ચાર પ્રહર ની પુજા અર્ચના કરવા પહોંચ્યા હતા. પરંતુ એ વખતે મધ્યરાત્રીએ બધા બ્રાહ્મણો બે પ્રહર પૂર્ણ કરી મંદિરના પ્રાંગણમા સુતા હતા એ દરમિયાન શિવલિંગ ઉપર ભગવાનને ચડાવાયેલ અક્ષત (ચોખા) સહિત નો ભોગ આરોગવા ઉંદર શિવલિંગ ઉપર ચડતા ચંચળ મનના બાળક મુળશંકરના મનમા પથ્થરના શિવલિંગ સ્વરૂપના શિવ મા જીવ નથી એવા વિચારો ઘુમરાયા બાદ માત્ર બાર વર્ષની ઉંમરે બાળક મુળશંકર ઘર પરીવાર વતન છોડી સાચા શિવ ની શોધમા નિકળી પડ્યા હતા. અને ભારત ભ્રમણ કરી સમય જતા ધાર્મિક ક્ષેત્રે પ્રવર્તતી અંધ્ધ શ્રધ્ધા, સતિપ્રથા, બાળવિવાહ, વિધવા પુનર્લગ્ન પ્રથાની પાબંદી નો વિરોધ કરી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે આમુલ પરીવર્તનો સર્જી મૂળશંકર માથી મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ સન્માન મેળવી સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી સંત મહર્ષિ તરીકે ખ્યાતિ મેળવી ને ૧૮૭૫ મા સૌ પ્રથમ મુંબઈ મા આર્યસમાજ સ્થાપી વેદ અને વૈદિક ધર્મ ની આહલેક જગાવવા આર્ય ધર્મ સ્થાપ્યો હતો. અને આર્ય ધર્મ થકી સમાજ ને વેદ તરફ પાછા વળો ના સુત્ર સાથે વૈદિક ધર્મ નો મર્મ, હિંદુ શાસ્ત્ર ના વેદ ના મહિમા તેના અર્થ અને સાચા શાસ્ત્રો વેદ ની તાકાત સમજાવી સત્યાર્થપ્રકાશ ગ્રંથ ની રચના પોતે કરી હતી. સમય વિતતા દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા ૧૯૬૦ મા આર્યસમાજ સંસ્થા શરૂ થઈ હતી. સ્થાપના સમયથી આર્યસમાજ દ્વારા દયાનંદ જન્મભૂમિ મા આર્યઁવિચારકોની ઉપસ્થિતી મા મહર્ષિઁ દયાનંદને શિવમંદિરમા બોધ મળ્યાનુ માનીને ૠષિ બોધોત્સવ ઉજવવામા આવે છે. જે અંતર્ગઁત દેશભર માથી વૈદિકધર્મઁને માનનારા આર્યઁસમાજી ઓ મહર્ષિઁ દયાનંદની જન્મભૂમિ ટંકારા ખાતે ઉમટી પડે છે. આ વર્ષે પણ આગામી ૧૫ મી એ મહાશિવરાત્રી પર્વે દ્વિ દિવસીય ઋષિ બોધોત્સવ ઉજવવા માટે મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી પદ્મશ્રી પૂનમસુરીના અધ્યક્ષ સ્થાને બોધોત્સવ ઉજવવાનુ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામા આવ્યુ છે. જેમા, ગુજરાત ઉપરાંત, દિલ્હી, હરીયાણા, ચંદીગઢ, પંજાબ, રાજસ્થાન, દહેરાદુન સહિતના અનેક પ્રાંત માથી આર્ય વિચારકો ઉમટી પડવા ની ધારણા છે. આ વેળાએ પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરીયા, સ્થાનિક ધારાસભ્ય દુલાભાઈ ઉપરાંત, આર્યસમાજ સાથે જોડાયેલા ડીએવી કોલેજ દિલ્હીના એસ. કે. શર્મા, પંજાબ- હરીયાણાના નિવૃત જસ્ટીસ પ્રિતમપાલસિંહ સહિતનાઓ આમંત્રિત તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. આ તકે, બોધોત્સવના મુખ્ય દિવસ મહા શિવરાત્રીએ સંસ્થાના પ્રાચાર્ય રામદેવ શાસ્ત્રીજીના આચાર્ય પદે ૯ મી ફેબ્રુઆરી થી પ્રારંભ થયેલા ઋગ્વેદ વૈદિક પારાયણ યજ્ઞની પૂર્ણાહૂતિ ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો ના યજમાન પદે સંપન્ન થશે. રવિવારે સવારે વૈદિક ધર્મ ની આહલેક જગાવતી ઋષિ દયાનંદના સત્કાર્યો ઉજાગર કરતી ભવ્ય શોભાયાત્રા શહેરના રાજમાર્ગો ઉપર પસાર થશે. જે દયાનંદ જન્મ ઘર થી જયા દયાનંદજીને બોધ પ્રાપ્ત થયો હતો એ ટંકારાના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ જુના બસસ્ટેન્ડ નજીક શિવમંદિર (કુબેરનાથ મહાદેવ મંદિર) પૂર્ણ થશે. બીજા સેશનમા શ્રધ્ધાંજલી સભા યોજાશે. મહર્ષિ દયાનંદ ના વિચારો અને વૈદિક પરંપરાને વરેલા રાજયના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અંગે હજુ અવઢવ હોવાનુ જાણવા મળેલ છે.


