સાવડી પાસે ફુલઝર નદી ના ઓવરબ્રિજ પર મેઘપરઝાલા ના સાયકલ ચાલક આધેડને બાઈકે ફંગોળ્યા..

ટંકારા તાલુકાના સાવડી ગામેથી કામ નિપટાવી પોતાના ગામ જવા સાયકલ પર સવાર થઈ ધ્રોલને જોડતા હાઈવે પર આવેલા ફુલઝર નદી ઉપરના ઓવરબ્રિજ પર પસાર થતા હતા એ ટાંકણે ઓવરબ્રિજ પર ઓચિંતા પાછળ થી ધૂમ સ્પીડે ધસી આવેલા સ્પ્લેન્ડર બાઈક ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા ગામડાના સાયકલ ચાલક આધેડ નુ સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.
ટંકારા જામનગર રાજ્ય ધોરીમાર્ગ પર તાલુકાના સાવડી ગામ નજીક આવેલ ફુલઝર નદી પર ઓવરબ્રિજ આવેલ હોય એ ઓવરબ્રિજ પર ટંકારા તાલુકાના મેઘપરઝાલા રહેતા પ્રવિણભાઈ ઉગાભાઈ ગોહેલ પોતાની સાયકલ પર સવાર થઈ સાવડી થી પોતાના ગામ જવા પસાર થઈ રહ્યા હતા એ ટાંકણે જ પાછળ થી પુરપાટ વેગે ધસી આવેલા હોન્ડા સ્પ્લેન્ડર બાઈક નંબર એમપી-૧૧ એનજી ૮૯૧૯ ના ચાલકે હડફેટે લઈ ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલા અકસ્માતમા ગંભીર ઈજા સાથે આધેડને હોસ્પિટલ ખસેડાયા હતા. જેનુ સારવાર દરમિયાન મોત નિપજતા મૃતકના હાલ મોરબીના લીલાપર ગામે રહેતા ભાઈ હિરાભાઈ ગોહેલે ટંકારા પોલીસમા ગફલતભરી રીતે બાઈક હંકારી અકસ્માત સર્જનારા સ્પ્લન્ડર ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા એએસઆઈ સોસાએ બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.


