કારખાનામા મજુરીકામ કરતા શ્રમિકને બાઈકનો શોખ જાગ્યો પરંતુ, ગજવામા ફદીયાની ઉણપ, પત્ની એ આર્થિક તંગી નુ કહેતા લાગી આવ્યુ..

ટંકારાના જબલપુર ગામે આવેલ કારખાનામા મજુરીકામ કરતા શ્રમિકે નજીક મા આવેલ ટંકારા નગરપાલિકા ના ગાર્બેજ મા મધરાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ ટંકારા પોલીસને થતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે, આત્મહત્યા પાછળ મૃતક મજુર ને બાઈક લેવૂ હોય પત્નીએ આર્થિ્ક સંકડામણ હોય બાઈક ખરીદવા નનૈયો કરતા બાઈકની જીદ મા મોત ની સોડ તાણી લીધી હોવાનુ પ્રાથમિક તપાસ મા જાણવા મળેલ હતુ.
ટંકારા તાલુકાની લગોલગ આવેલા જબલપુર ગામે આવેલ સીમવિઝન બિલટેક નામના કારખાનામા મજુરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશ રાજયના બદીયા હુરજી ભુરીયા નામનો શ્રમિક રાબેતા મુજબ પોતાનુ કામ નિપટાવી પોતાની મજુરખોલીમા રાત્રી ભોજન નિપટાવી પોતાને બાઈક લેવુ હોય પરંતુ પોતાની પાસે ખનખનીયા ન હોવાથી પત્નીને કહેતા પત્ની એ કારમી મોંઘવારીમા બે છેડા ભેગા થતા ન હોય આર્થિક ખેંચ હોવાનુ કહ્યુ હોય અને આગામી સમયે યુવાન પુત્ર ને પરણાવવો હોવાથી નાણાભીડ અંગે વાત કરી બાઈક લેવાની ના પાડતા મનોમન સમસમી મોડી રાત્રે પેશાબ કરવાનુ કહી ઓરડી માથી બહાર નિકળી નજીક મા આવેલ ટંકારા નગરપાલિકા હસ્તકના ગાર્બેજ શેડ મા જઈ લોખંડ ના એંગલ મા સાડીનો ફાંસો ખાઈ લટકાઈને મોત ની સોડ તાણી લીધી હતી. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી વિશેષ તપાસ હાથ ધરી હતી.


