ટંકારા તાલુકા ના નાનકડા સખપર ગામે શિક્ષકો એ પ્રજાસતાક પર્વે ભૂલકાઓની ભિતર મા છુપાયેલા દેશપ્રેમને ઉજાગર કરવા તક આપી…

ટંકારા તાલુકાના સખપર ગામે પ્રાથમિક શાળાના ભૂલકાઓએ ગ્રામજનોના સહયોગથી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તહેવાર પ્રજાસતાક પર્વની વિવિધ કાર્યક્રમો યોજી રંગારંગ ઉજવણી કરી હતી.
જેમા, સવારે ધ્વજ વંદન ઉપરાંત, રાત્રે ભૂલકાઓએ વેશભૂષા ભજવી સાંસ્કૃતિક- ધાર્મિક કાર્યક્રમ યોજયો હતો.
ટંકારા તાલુકાના નાનકડા સખપર ગામે પ્રા.શાળાના
બાલવાટિકાના ટાબરીયા થી માંડીને ધોરણ ૮ સુધીના બાળકોએ પ્રજાસતાક પર્વે દેશદાઝ પ્રજવલિત કરવાનુ આગોતરા નક્કી કરી પોતે રાષ્ટ્ર ભક્તિ પ્રદર્શિત કરવા ની ઈચ્છા શિક્ષકો સમક્ષ વ્યકત કરતા આચાર્ય હેમંતભાઈ ભાગીયા ઉપરાંત, રણજીતસિંહ બારડ, માધુરીબેન બકુત્રા, ઘનશ્યામભાઈ હરણેશા, ધવલભાઈ ચીકાણી સહિતના શિક્ષકો એ ભૂલકાઓના રાષ્ટ્રપ્રેમ થી પ્રભાવિત થઇ ગ્રામજનો સમક્ષ પ્રસ્તાવ મુકતા ગામડા ના લોકોએ સંપૂર્ણ સાથ સહકાર આપવાનુ સ્વૈચ્છિક નિર્ણય કરી ગામડે ભૂલકાઓની ભિતર મા છુપાયેલી રાષ્ટ્ર ભાવના અને ભિતરી કલા નિહાળવા રંગારંગ કાર્યક્રમ યોજવા ગામડે લાઈટ, પાણી, સ્ટેજ સહિત ની વ્યવસ્થા કરી આપતા ભૂલકાઓ શિક્ષક પુત્રી આયુશીબા બારડના નાટક ની વેશભૂષા અને સંકલન, સંચાલન હેઠળ રાષ્ટ્રીય પર્વ અંતર્ગત વિધાર્થી ઓએ સ્ટેજ પર થી રાષ્ટ્ર ના શહિદવિરો, દેશના મહાપુરૂષો ઉપરાંત, પ્રાચીન હિંદુ ધર્મગ્રંથો ના પાત્રો ને નાટ્ય રૂપે વેશભૂષા ભજવીને જીવંત રૂપે રજુ કરી ઉપસ્થિતો ને મુગ્ધ કર્યા હતા. બાળકોની ભિતરની કલા પ્રદર્શિત કરવા માટે ગામડાના ભૂતપૂર્વ વિધાર્થીઓ ઉપરાંત, ગામઠી યુવા મંડળ, સરપંચ, ગામડાના મનોજ આત્રેસા સહિતના ગ્રામજનો એ આધુનિક સંસાધનો, સ્ટેજ સુશોભન સહિતની તમામ વ્યવસ્થા સ્વયં સંભાળી ભૂલકાઓને પ્લેટફોર્મ પુરૂ પાડયુ હતુ.


