ટંકારા: ૧૦૮ ના પાઈલટ અને Emt ની સેવા સમર્પિત ભાવના ને પ્રજાસતાક પર્વે સન્માન..

Advertisement
Advertisement
મોરબી જીલ્લા મા ૧૦૮ થી ઓળખાતા સલીમ પાઈલટ અને Emt  દિપિકાબેન ની સેવા ને સમર્પિત ભાવના ની પ્રજાસતાક પર્વે કદરદાની થઈ.
Oplus_131072
રાજય સરકાર હસ્તક ચાલતી આરોગ્ય સેવા માટે ની 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમા મોરબી જીલ્લા મા પાઈલટ તરીકે ની કઠીન અને મહત્વની આરોગ્ય સબંધીત ઉત્કૃષ્ટ સેવા બજાવતા ટંકારા ના સલીમભાઈ ભૂંગરને ટંકારા ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના ૭૭ મા પ્રજાસતાક પર્વે વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરાયા હતા.
મોરબી જીલ્લા મા સલીમ 108 થી ઓળખાતા ટંકારાના સલીમ અલાણાભાઈ ભૂંગર મોરબી ખાતે ૧૦૮ ઈમરજન્સી સેવા મા છેલ્લા ૧૮ વર્ષથી પાઈલટ તરીકે માનદ સેવા આપી રહ્યા છે. તેઓએ ફરજ દરમિયાન અનેક વખત ચોમાસાના કપરા દિવસોમા ધોધમાર પાણી હોય કે ઉનાળા ના ધોમ ધખતા તાપ મા દિન રાત જોયા વગર પ્રસવ પિડાથી પિડાતી સગર્ભા મહિલાઓને તથા અકસ્માત સમયે તાત્કાલિક હોસ્પિટલ સુધી સલામત રીતે પહોચાડી ઉમદા માનવધર્મ નિષ્ઠા થી બજાવી ઉમદા ફરજ બજાવી હોવાના આરોગ્ય તંત્ર ના પ્રગતિ રીપોર્ટ ધ્યાને લઈ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ટંકારા ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વે કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા પ્રશસ્તિ પત્રથી વિશેષ સન્માનિત કર્યા હતા. આ તકે, ઈએમટી તરીકે દિપીકાબેન ને સન્માનપત્ર થી નવાજવામા આવ્યા હતા.