
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સામે આવતા જ સ્મિત રેલાવી ખબર અંતર પૂછ્યા.
રવિવારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે રાજકોટ ખાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચતા વાંકાનેર ના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સ્વાગત માટે સામે આવતા જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્મિત રેલાવી જીતુભાઈ કેમ છો? કહી ખબર અંતર પુછ્યા હતા. અને જુના જોડીઓ પ્રત્યે ભીતરમા લાગણી હોવાની પ્રતિતી કરાવી હતી.


