
ટંકારા તાલુકામા ૯૯ ટકા ખેડુતો ને માવઠાની નુકશાની માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ કરનારા તંત્રવાહકોને બિરદાવતા કોંગ્રેસ ના કદાવર નેતા મહેશ રાજકોટીયા
📍
માવઠાના માર થી ખેડુતો ને ખેતી મા થયેલ નુકશાન અંગે સરકારે જાહેર કરેલ સહાય પેકેજમા ટંકારા તાલુકાના ૪૨ ગામડાના ૨૧ હજાર ખેડુત ખાતેદારોને સતત ઢંઢોળી કોંગ્રેસના મહેશ રાજકોટીયાએ ૯૯% ખેડુતોએ ઓનલાઈન નોંધણી કામગીરી પૂર્ણ કરી રજીસ્ટ્રેશન પૂર્ણ કરાવ્યુ હોવાની માહિતી રાજકોટિયાએ આપી સરકારી તંત્ર, ખેતિવાડી વિભાગ અને વિલેજ કમ્પ્યુટર એમ્પ્લોયર નો ખેડુતોની વેદના મા ખરા ટાંણે મદદ કરવા બદલ કામગીરી બિરદાવી હતી.
કમોસમી વરસાદથી રાજ્ય ના ધરતીપુત્રો ની મહેનતનુ ફળ છીનવાયા બાદ મચેલી કાગારોળ ની નોંધ લઈ રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યા બાદ સહાય મેળવવા ખેડુત ખાતેદારોને ઓનલાઈન રજીસ્ટ્રેશન સમય મર્યાદા મા પૂર્ણ કરવાની કામગીરી હાલ અંતિમ તબક્કામાં છે. એ અંતર્ગત ટંકારા કોંગ્રેસના અગ્રણી મહેશ રાજકોટીયાએ તાલુકાના ૪૨ ગામડાના ખેડુતો ને સત્વરે ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરવા ભાગદોડ કરી તાલુકાના ૨૧ હજાર ખેડુતો ની કામગીરી સમય અવધિ મા નિપટાવવા આદરેલી કવાયત ને અંતે ૯૯ ટકા ખેડુતો નુ રજીસ્ટ્રેશન પૂર્ણ થયુ હોવાની માહિતી આપતા કોંગ્રેસ ના મહેશ રાજકોટીયાએ સહાય પેકેજ ફોર્મ ઓનલાઈન સબમીટ કરવા માટે ગામડાના વીસીઈ, ખેતિવાડી વિભાગ અને સરકારી તંત્રે સહયોગ આપતા સમયસર ખેડુતો નોંધણી કરાવી શક્યા હોય સરકારી તંત્ર ને બિરદાવ્યા હતા. નોંધનીય છે કે, તાલુકાના અંદાજે ૨૧ હજાર ખેડુત ખાતામાંથી સરકારી ખરાબા અને સરકારી જમીન ઉપરાંત એક ખેડુત ના એક કરતા વધુ ખાતા બાદ કરતા ૧૬,૨૧૨ ખેડુતોનુ ઓનલાઈન રજીસ્ટ્રેશન થયુ છે.
————————————————————
તાલુકાના ગામડાઓની ઓનલાઈન નોંધણી આ પ્રમાણે છે.
—————————————————————-
ટંકારા : ૯૩૬, વિરવાવ : ૮૩૪, નેકનામ : ૬૮૫, મિતાણા : ૫૯૨, સજનપર : ૫૮૪, જીવાપર : ૫૧૨, મેઘપર ઝાલા : ૫૦૯, સાવડી : ૫૦૭, ઓટાળા : ૫૦૨, મોટા ખીજડીયા : ૪૮૯, નેસડા સુરીજી : ૪૮૯, હડમતીયા : ૪૮૬, બંગાવડી : ૫૧૯, હરબટીયાળી : ૪૭૦, લજાઈ : ૪૬૧, નાના ખીજડીયા : ૪૫૬, ભુતકોટડા : ૪૩૭, છત્તર : ૪૩૦, નસિતપર : ૪૩૧, જોધપુર (ઝાલા) : ૪૨૦, રોહિશાળા : ૩૯૧, જબલપુર : ૩૭૬, મહેન્દ્રપુર : ૩૬૬, ગજડી : ૩૬૫, કલ્યાણપર : ૩૪૭, હમીરપર : ૩૪૫, સરાયા : ૩૫૧, નેસડા ખાનપુર : ૩૧૯, વિરપર : ૩૦૦, નાના રામપર : ૨૯૯, હીરાપર : ૨૮૫, લખધીરગઢ : ૨૭૮, ટોળ : ૨૪૬, અમરાપર : ૨૩૬, વાછકપર : ૨૦૩, સખપર : ૧૫૩, વાઘાગઢ : ૧૫૧, ધ્રોલીયા : ૧૧૩, ખાખરા : ૯૮, દેવળીયા : ૮૮, રાજાવડ : ૮૮, ઘુનડા ખાનપર : ૬૫


