ટંકારામા બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્ર્વ શાંતિ માટે શાંતિ સંદેશયાત્રા યોજાઈ.

Advertisement
Advertisement

શાંતિ ઈશ્વર અને સંસ્કાર ની સમીપ હોવાથી લોકો એ શાંતિ નો શૃંગાર કરવો: સંધ્યાદીદી
—————————————————————————-
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ગુજરાત ઝોન તેમની ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જયુબિલી વર્ષ નિમિતે જગતમા સંપૂર્ણ શાંતિ સ્થાપવા ના મંત્ર  સાથે ગુજરાતના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો દ્વારા શાંતિ યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.એ અંતર્ગત ટંકારામા બ્રહ્માકુમારીઝ દ્વારા હિરક જયંતિ વર્ષ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર શાંતિયાત્રા યોજવામા આવી હતી.
ટંકારા બ્રહ્માકુમારીઝ દ્વારા યોજાયેલી શાંતિયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળી હતી. શાંતિયાત્રાના ઉદ્દેશ અંગે માહિતી આપતા બ્રહ્માકુમારી સંધ્યા દીદીએ જણાવ્યુ હતુ કે, વર્તમાન સમયે સ્થાનિક થી માંડી જગતભરમા અજંપો વ્યાપી રહ્યો હોવાની અનુભૂતિ દરેક અનુભવી રહ્યા છે. દરેક  મનુષ્ય પોતાના અંગત જીવનમા મનોવાંછિત ફળ પ્રાપ્ત કર્યા પછી પણ જીવનમા અજંપા ભરી લાઈફ માથી શાંતિ ઝાંખી રહ્યો છે. ધર્મ નો સાચો માર્ગ શાંતિ જ છે. શાંતિ ઈશ્વર અને સંસ્કાર ની સમીપ છે. શાંતિ દિવ્ય શક્તિ છે. શાંતિ સંસ્કૃતિ છે. મન ની સાચી શાંતિ માટે શાંતિ નો શૃંગાર કરવા થી જ સુખચેન પ્રાપ્ત થાય છે. એ લોકોને નજીકથી સમજાવવા માટે તથા વિશ્વ શાંતિ માટે બ્રહ્માકુમારીઝ ભાઈ – બહેનો શાંતિ દૂત બની શ્વેત વસ્ત્રમા મૌન ધારણ કરી શાંત ચિત્તે મનમા શુભ વિચારો સાથે શાંતિ ના મહામંત્ર સાથે શહેરમા શાંતિના સ્પંદન અને પ્રકંપન ફેલાવવા માટે શાંતિ યાત્રા યોજવામા આવી હોવાનુ જણાવ્યુ હતુ. બ્રહ્માકુમારીઝના શાંતિ નો સંદેશો ફેલાવવા યાત્રા થકી પ્રયાસ કરાયો હતો. શાંતિ ના વાઈબ્રેશન અને પ્રકલ્પો સાથે યોજાયેલી શાંતિ સંદેશ યાત્રા મા જીઆરડી ના હંસાબેન ચૌહાણ, સંગીતાબેન હિંસુ, હોમગાર્ડ જવાન દિવ્યેશ ત્રિવેદી, આગરીયા, દિલીપ પડાયા, વિનોદ પંચાલ સહિતના બ્રહ્માકુમારીઝના વિચારને વરેલા શાંતિ દાતા બનીને શાંતિનુ દાન આપવા સહયોગી બન્યા હતા.