ટંકારા મતવિસ્તારમા સરદાર પટેલ એકતા પદયાત્રા યોજાઈ 

Advertisement
Advertisement

આર્યસમાજથી યોજાયેલી યાત્રા જબલપુર થી હરબટીયાળી ખાતે પૂર્ણ થઈ.
🔽
રાષ્ટ્રના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે સરકાર દ્વારા પદયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત ટંકારા વિધાનસભા મત વિસ્તાર મા સરદાર ના એકતા નો સંદેશ જન જન સુધી પહોંચવા પદયાત્રા યોજાઈ હતી. વહીવટીતંત્ર દ્વારા યોજાયેલ એકતા પદયાત્રામા મામલતદાર ઉપરાંત, જી.પંચાયત પ્રમુખ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમા પ્રસ્થાન કરાવવામા આવ્યુ હતુ.
ટંકારા આર્યસમાજ ટ્રસ્ટ ખાતે થી લોહપુરૂષ સરદાર પટેલ ની એકતા પદયાત્રા ને સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર અને સુતરની આંટી પહેરાવી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવાયુ હતુ. પદયાત્રા પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ પ્રારંભે આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી સરદાર પટેલના જીવનના પ્રસંગો વર્ણવી તેમની નીડરતા અને વિચારોને આજની યુવા પેઢીને જીવનમા ઉતારવા અનુરોધ કર્યો હતો. ૭ કીમી ની પદયાત્રા ટંકારા આર્યસમાજ થી જબલપુર થી હરબટીયાળી સુધી યોજાયેલી એકતા યાત્રા મા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત, ટંંકારા મામલતદાર પ્રફુલભાઈ ગોર ઉપરાંત, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા, સંજયભાઈ ભાગીયા સહિતના સાથે જોડાયા હતા. હરબટીયાળી ખાતે પહોંચતા બાળાઓ દ્વારા યાત્રાનુ કંકુ તિલક કરી સ્વાગત કરવામા આવ્યુ હતુ.‌ ગ્રામજનોએ યાત્રાને આવકારી હતી. અહીંયા મહાનુભાવો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રાનુ સમાપન વેળાએ સર્વે ઉપસ્થિતોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા યાત્રા રૂટ દરમિયાન ટંકારા સર્કિટ હાઉસ પાસે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ ટંકારા દ્વારા યાત્રાનુ ફુલહાર તેમજ પુષ્પવર્ષા કરી સ્વાગત-અભિવાદન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે મગનલાલ દોશી હાઈસ્કુલ સહિતની શાળા ના વિધાર્થીઓ અને લોકો જોડાયા હતા.