ટંકારા: મામલતદાર કચેરીમા કપિરાજે લટાર મારી, લોકોએ ફળ, ચિપ્સ ચખાડયા 

Advertisement
Advertisement
મામલતદાર કચેરીના પ્રાંગણમા ઓચિંતા વાનરરાજ ના આગમનથી અરજદારો અને લોકોના ટોળા જામ્યા કપિરાજે પણ લોકોના પ્રેમ રૂપી ફળ, ચિપ્સ સહિતના પ્રસાદનો આસ્વાદ માણ્યો.
ટંકારા હાઈવે કાંઠે આવેલી મામલતદાર કચેરીના પ્રાંગણમાં એક કપિરાજ ક્યાંક થી અચાનક આવી પહોંચ્યા બાદ કચેરી ના ખુલા મેદાનમા ચો તરફ આમ થી તેમ હુપ હુપ કરતા વટ થી લટાર મારી ટહેલવા લાગતા અહીંયા આવતા અનેક અરજદારો વાનરરાજ ની બિન્દાસ્ત હરકતો ને કુતુહલથી નિહાળવા ટોળા જામ્યા હતા. બપોરે બારેક વાગ્યે અચાનક સરકારી કચેરી મા કપિરાજે ધામા નાંખતા ઉપસ્થિત ટોળા માંથી ટીખળખોરો કચેરીની સરપ્રાઈઝ વિઝીટ મા હનુમાનજી આવ્યા હોવાની કોમેન્ટે મેદાનમા રમુજ પ્રસરી હતી.
અચાનક ક્યાંકથી ટંંકારાની અરજદારો થી ધમધમતી મામલતદાર કચેરી ખાતે પ્રાંગણ મા  વાનરરાજ આવી પહોંચી મેઈન દરવાજે તથા દિવાલો અને વૃક્ષો ની ડાળીએ લટકી ખાસો સમય કચેરીમા વિતાવ્યો હતો. અહીંયા કપિરાજ ને જોતા ઘડીભરમા લોકોના ટોળા જામ્યા હતા. સરકારી કચેરીના પ્રાંગણમા વાનરે ધામા નાંખતા લોકોએ ચિપ્સ, ફળ સહિતનો અનેક પ્રસાદરૂપે આસ્વાદ ચખાડતા  કપિરાજ ને પણ ચસ્કો લાગ્યો હોય એમ ચટાકેદાર વાનગીઓ મોજ થી આરોગી હતી. બે’ક કલાક લોકો સાથે જ્યાફત ઉડાવી કપિરાજ હાઈવે તરફ કુદકા મારી રવાના થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ તકે, ટંંકારાના એડવોકેટ અને નોટરી અતુલભાઈ ત્રિવેદી એ કપિરાજ ની તસવીર મોબાઈલ મા કંડારી લીધી હતી.