મોરબી: ચેક રિટર્ન કેસમા ૧ વર્ષની સજા અને ૬ લાખ ચુકવવા ના હુક્મ સામે થયેલી અપીલ વેકેટ થતા આરોપી જેલહવાલે 

Advertisement
Advertisement
મિત્રે ઉછીના નાણા પરત ન કરતા લેણદારે કોર્ટ ના દ્વાર ખટખટાવ્યા
મોરબી ના યુવાને પોતાના મિત્ર ને આર્થિક જરૂરીયાત ઉભી થતા દોસ્તી ના દાવે હાથ ઉછીના રૂપિયા ૩ લાખ આપ્યા હતા. પરંતુ ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વિતવા છતા મિત્ર નાણા પરત ન કરતો હોવાથી ઉઘરાણી કરતા નાણા વસુલવા રોકડા ને બદલે બેંક નો ચેક આપ્યો હતો.જે ચેક વટાવવા બેંક મા રજુ કરતા ચેક બેલેન્સ ના અભાવે પરત ફરતા લેણીયાતે નેગોસીએબલ એકટ હેઠળ મોરબી કોર્ટમા ફરીયાદ દાખલ કરતા કેસ ચાલી જતા નામદાર કોર્ટે નાણા લેનારા ઈસમને કસુરવાર ઠેરવી નાણા ની ડબલ રકમ રૂપિયા છ લાખ ચુકવવા અને એક વર્ષની સાદી જેલ ની સજા નો હુકમ કર્યો હતો.
મોરબીના સો ઓરડી વિસ્તારમા રહેતા ગીતેશ જીવરાજ બારેજીયા એ પોતાને આર્થિક સંકડામણ હોવાથી નાણા ની જરૂરીયાત ઉભી થતા મોરબીના શોભેશ્ર્વર રોડ ઉપર રહેતા  મિત્ર હર્ષદ ધનજી ઉંટવાડીયા પાસેથી ગત તા. ૧૮/૦૯/૨૦૧૮ ના રોજ મિત્રતા ના દાવે રૂપિયા ત્રણ લાખ હાથ ઉછીના લીધા હતા.  પરંતુ લાંબો સમય વિતવા છતા નાણા પરત ન મળવાથી ઉછીના નાણા ધિરનારે ઉઘરાણી કરતા ગીતેશે વિશ્ર્વાસ જીતવા ગત તા. ૧૦/૦૩/૨૦૨૧ ના રોજ ચેક આપેલ હતો. જે ચેક બેંકમા રજુ કરતા ફંડ ઈનસીફીસીયન્ટ (ખાતા મા નાણા નથી) ના શેરા સાથે બેંકે પરત કર્યો હતો.જે મુદ્દે લેણદારે વાત કરતા ઉડાઉ પ્રત્યુતર થી નાણા આપનારે તેમના વકીલ મારફતે ચેક રિટર્ન સબબ ધી નેગોસિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા મોરબીના એડી.જજ દુર્ગેશ ચંદનાણી એ પુરાવાને આધારે ચેક રીટર્ન સબબ નાણા લેનાર ગીતેશ જીવરાજ બારેજીયા ને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી જેલ સજા અને રૂપિયા ૬ લાખ લેણદાર ને ૯૦ દિવસ મા ચુકવી આપવા હુકમ કર્યો હતો.જેની સામે આરોપીએ ડ્રિસ્ટ્રીકટ કોર્ટ મા અપીલ કરી અને ચુકાદા સુધી સજા સામે શરતો ને આધિન સ્ટે મેળવાયો હતો. પરંતુ કોર્ટે ની શરતો નુ પાલન ન થવાની મૂળ ફરીયાદી ના વકીલ વિવેક વરસડા એ કોર્ટ મા રાવ કરી દલીલો કરતા કોર્ટે સ્ટે અરજી વેકેટ કરી જેલહવાલે કરવાનો આદેશ કરતા આરોપીને જેલહવાલે કરાયો હતો.