
વિશ્વભરમા શાંતિપૂર્ણ વિચારો ફેલાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત બ્રહ્માકુમારીઝ દ્વારા ટંકારામા બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ (100કરોડ મિનિટ શાંતિ દાન યોજના ) નો પ્રારંભ બ્રહ્માકુમારી શીતલબેન,, બ્રહ્માકુમારી એકતાબેન તેમજ અન્ય અતિથિઓની ઉપસ્થિતિમા કરાયો હતો.
વર્તમાન ફાસ્ટ યુગમા લોકો આધુનિક સુખ સુવિધાઓ ના આનંદ માણવા વચ્ચે આધ્યાત્મિક માર્ગે થી ભટકી જવાથી સંસ્કાર અને સંસ્કૃતિનુ જતન નુ અધઃપતન થવાનુ કારણ બન્યા છે. લોકો મન અને ચિત ની શાંતિ ગુમાવી ચુકવાથી સુખ શાંતિ નો યોગ્ય આનંદ માણી શકાતો નથી. પરીણામે જગત મા પ્રાકૃતિક આપત્તિઓ, યુધ્ધ જેવી સામૂહિક આપતિ નો સામનો કરવાની પરિસ્થિતિઓ સતત વધતી જઈ રહી છે. વિશ્ર્વ ની વિપદા સામે સામૂહિક શાંતિ થકી શક્તિ એકત્રિત કરવા માટે લોકો ને શાંતિ માટે એકત્ર કરવા જરૂરી છે. વિશ્ર્વ શાંતિ માટે ૧૦૦ કરોડ મિનિટ શાંતિ દાન કરવા લોકો ને સામુહિક શાંતિ માટે એકઠા કરવા બિલીયન મિનિટ્સ યોજનાનો બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પ્રોજેક્ટ શરૂ કરાયો છે. લોકો ને શાંતિ માટે આપના કિંમતી સમય મા અનુકુળતા મુજબ મિનિટ ફાળવવા અપીલ કરવામાં આવી છે.


