મહેશ રાજકોટીયા એ શાસકપક્ષના જીલ્લા ના તમામ ધારાસભ્યો અને સાંસદ ને ધરતીપુત્રો માટે સહાય પેકેજ જાહેર કરાવવા ખુલ્લો પત્ર પાઠવી ખરા ટાંણે કુકરી ગાંડી કરી

માવઠાથી ટંકારા તાલુકામા થયેલી ખેડુતો ની માઠી દશા મુદ્દે મોરબી જીલ્લા પંચાયત ના પૂર્વ મેમ્બર અને મોરબી જીલ્લા કોંગ્રેસના મોટા ગજાના ગણાતા નેતા મહેશ રાજકોટીયા એ શાસક પક્ષના સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સહિત મોરબી જીલ્લાના ચારેય ધારાસભ્યોને ખુલ્લો પત્ર પાઠવી અણધાર્યા માવઠાએ સર્જેલી તબાહી થી ખેડૂતોના પાકને ગંભીર નુકસાન પહોંચ્યુ હોય ખેડુતો ઉપર આવી પડેલા કુદરતી સંકટ સામે તમારી સરકારમા અવાજ ઉઠાવવા માંગણી કરી તમામ ને ખુલ્લો પત્ર મોકલી ખરા ટાંણે ચિંટીંયો ખણ્યો હતો.
ટંકારાના મહેશ રાજકોટીયાએ સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સાંસદ પરસોત્તમ રૂપાલા સહિત મોરબી જીલ્લાના ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, પ્રકાશભાઈ વરમોરા સહિતનાઓને ખુલ્લો પત્ર મોકલી માવઠાથી ખેડુતોની વલે થયાની કહાની વર્ણવી જણાવ્યુ હતુ કે, કુદરત ના કહેરથી ખેડુતો ના કપાસ, મગફળી સહિતના તમામ મુખ્ય પાક જમીનમા જ સડી ગયા હોવાથી ખેડૂતો પર ભયંકર આર્થિક સંકટ ઉભુ થયુ છે. અને તાલુકાના તમામ ૪૫ ગામડાના ખેડુતો કંગાળ અને પાયમાલ થયા હોય આપશ્રી ની સરકાર સતા મા હોય આ મુદ્દે રાજકીય ગજગ્રાહ છોડી નુકશાની નુ યોગ્ય વળતર ખેડુતો ને અપાવવા સરકાર નો કાન આમળવા ચિંટીંયો ખણ્યો હતો. વધુ મા, રાજકોટીયાએ ભુતકાળમા અન્ય તાલુકાની સરખામણી એ ટંંકારા તાલુકાના ખેડુતોને ઓછુ પેકેજ મળ્યુ હોય આ વખતે એ ફરી વખત ન થાય એ ખાસ તકેદારી રાખી તમામ ધરતીપુત્રો નુ હિત હૈયે રાખી દરખાસ્ત મોકલવા માંગણી કરી હતી. જો વાજબી માંગણી મા ઓરમાયુ સહાય પેકેજ જાહેર થશે તો ખેડુતો ની નારાજગી દજાડવાની ભનક પણ અંત મા વ્યક્ત કરી રાજકોટીયા એ શાસકપક્ષના તમામ પદાધિકારીઓ ને ખરા ટાઈમે ભીંસમાં લઈ માવઠા સહાય પેકેજ ની કુકરી ગાંડી કરી હતી.


