
સરકાર ખેડુત વિરોધી માનસિકતા ધરાવતી હોવાનો આક્ષેપ, સહાય જાહેર ન થાય તો રાજકોટીયાની લડતની ચિમકી.
—————————————————————————–
હાલ રાજ્યમા પડી રહેલા માવઠા થી સૌથી વધુ ધરતીપુત્રો ની માઠી દશા થઈ હોય એવા દૃશ્યો દરરોજ જોવા મળે છે. જેમા, ખેડુતો ના મોં એ આવેલો કોળીયો કુદરતી કહેર થી ઝુંટવાયો હોવાથી ખેડુતો સરકાર સમક્ષ છેલ્લા અઠવાડીયા થી સર્વે નહીં સહાય યોજના જાહેર કરવા સાથે ખેડુતો નુ દેવુ માફ કરવા કાગારોળ મચાવી રહ્યા છે. એ ટાંકણે જ ટંકારા કોંગ્રેસે ખરા ટાંણે સોગઠી મારી તાલુકાના ખેડુતોને સાથે રાખી મામલતદાર ને આવેદનપત્ર પાઠવી ખેડુતો ની વેદના ને વાચા આપી હતી. જેમા, કમોસમી વરસાદથી ખેતરમા તૈયાર થયેલી જણસ ઘરે પહોંચે એ પૂર્વે પલળી જવાથી પાક સંપૂર્ણ ધોવાઈ જવાથી ખેડુતોની પસીનાની કમાણી ઉપર કુદરત નો કહેર વરસ્યો હોય એવા ટાંકણે સરકારે ખરા સમયે જગના તાત ના આંસુ લુછવા ને બદલે સર્વે ના ડીંડક કરે છે. તેને વખોડી સરકાર દ્વારા સર્વે નહીં સહાય પેકેજ જાહેર કરવા સાથે ખેડુતો નુ દેવુ માફ કરવા તાકિદે નિર્ણય કરવા માંગણી ઉઠાવી હતી. જો સરકાર ખેડૂતોને વધુ ટટળાવશે તો ખેડુતો ના હિત મુદ્દે આંદોલન કરવાની કોંગ્રેસ નેતા મહેશ રાજકોટીયા એ ચિમકી ઉચ્ચારી હતી.
ટંકારા કોંગ્રેસ પ્રમુખ અશોક સંઘાણી, જી.પ. પૂર્વ મેમ્બર અને જીલ્લા ના કોંગી નેતા મહેશ રાજકોટીયા, ભૂપત ગોધાણી, ગીરીશ અઘેરા, દુષ્યંત પટેલ, જીતુ ગોસરા સહિતના અનેક કાર્યકરોએ તાલુકાના ખેડુતો સાથે સરકાર દ્વારા માવઠાથી થયેલી તારાજી પછી પણ સરકાર હજુ નુકશાની ના સર્વે કરાયા બાદ ખેડુતોને રાહત મળે એવા પેકેજ જાહેર કરવાની શેખી મારે છે. એવી લાગણી ખેડુતો અનુભવી કાગારોળ મચાવી રહ્યાનુ ખરા ટાંકણે પામી ને કોંગ્રેસે ખેડુતોના મુદ્દે ધરતીપુત્રો ની કકળતી આંતરડી ને વાચા આપવાની તક ઝડપી સોગઠી મારી દીધી હતી. અને સર્વે નહીં સહાય પેકેજ જાહેર કરવા સાથે ખેડુતો નુ દેવુ માફ કરવા નો મુદ્દો છેડી જે નુકશાન થયુ છે. એ ગણી શકાય એમ નથી. સત્વરે ખેડુતો ના ખાતા મા રોકડ ચુકવવા માંગણી કરતુ આવેદનપત્ર ટંંકારા મામલતદાર ને પાઠવ્યુ હતુ. કોંગ્રેસ પાર્ટીએ ખેડુતોને કાયમ પરેશાન કરતી સરકાર ને ખેડુત વિરોધી માનસિકતા ધરાવતી હોવાનુ કહીને પાઠવેલા આવેદનપત્રમા જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા માવઠાથી ખેડુતોની માઠી દશા ની મશ્કરી કરી રહી છે. નુકશાની નો સર્વે કરવા ને ડીંડક ગણાવી હાલ ખેડુતો ઉપર વિજળી પડી હોય એવી બદતર દશા થઈ છે. ખેડુતો એ કાળી મજુરી કરી પોતાના ખેતરમાં સપના ના વાવેતર કર્યા હતા. અને એ સપના લણ્યા પણ ખરા પરંતુ લણણી ઘરે પહોંચે એ પૂર્વે કુદરત નો પંજો પહોંચી ગયો અને ખેડુતો બેહાલ થયા કુદરત ના તમાચાથી ખેડુતો માનસિક સંતુલન ગુમાવી ચુક્યા હોય એવા દૃશ્યો સર્જાયા છે.આ દ્શ્યો જોયા પછી પણ સરકાર ના પેટ નુ પાણી હલતુ નથી એટલે જ કોંગ્રેસ ને ખેડુતો ને સધિયારો આપવો પડે છે. એમ જણાવી તાકીદે સહાય રૂપે રોકડા ખેડુતોના ખાતા મા સિધા જમા કરવા માંગણી ઉઠાવી હતી. અને કોંગ્રેસે મનમોહનસિંહ ની સરકાર વખતે ખેડુતો નુ દેવુ માફ કર્યુ હતુ એ પ્રકારે દેવુ માફ કરવા પુનરોચ્ચાર કર્યો હતો. સરકાર દ્વારા જો આ મુદ્દે ગંભીરતાથી તાકિદે જાહેરાત નહીં કરાય તો કોંગ્રેસી નેતા મહેશ રાજકોટીયાએ ખેડુતો સાથે લડત આપવાની જાહેરાત કરી હતી.


