મોરબી: ચેક રિટર્ન કેશમાં એક વર્ષની સજા તેમજ દંડ વેપારી ની આવ્યો !

Advertisement
Advertisement

બનાવની ટુંકમાં વિગત એવી છે કે ફરીયાદી કીશન સેલ્સ એજન્સી ના માલીક શ્રી ભરતભાઈ સોમાભાઈ બજાણીયા ત્રાજપર મોરબી વાળા ની ફરીયાદ એવી છે કે ફરીયાદી મોરબી કીશન સેલ્સ એજન્સી ના નામથી વેપાર કરીએ છીએ અને આ કામના આરોપી સાઈનાથી પેન્ટીંગ વર્કસ ના નામથી ધંધો કરે છે. ફરીયાદી અને આરોપી વચ્ચે ઘણા લાંબા સમય થી ઘંઘાકીય સંબંધ હોવાથી આ કામના આરોપીઓ નં (૧) ઓમ સાઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપસાદભાઈ પાઠક વાળાઓને મીત્રતાના દાવે રૂા. ૫,૦૦,૦૦૦/- અંકે રૂપીયા પાંચ લાખ પુરા ઉછીના આપેલા અને ત્યારબાદ ઉઘરાણી કરતા આ કામના આરોપીઓએ અમો ફરીયાદી ને આઈ. સી. આઈ. સી. આઈ. બેંક અડાજણ શાખાનો રકમ રૂા. ૫,૦૦,૦૦૦/- નો ચેક આપેલ અને આ ચેક આપતી વખતે આરોપીઓએ અમો ફરીયાદી ને એવું વચન અને વિશ્વાસ આપેલ કે ચેક બેંક માં નાખતા નાણા રોકડ મા મળી જશે જેથી આ કામના ફરીયાદી એ ચેક તા. ૨૪/૯/૨૦૨૦ ના રોજ ફરીયાદી ની બેંક બેક ઓફ બરોડા માં નાખતામાં સદર ચૈક તા. ૨૮/૯/૨૦૨૦ ના રોજ સ્ટોપ પેમેન્ટ ના શેરા સાથે પરત ફરેલ જેની જાણ ફરીયાદી ને તા. ૨૮/૯/૨૦૨૦ ના બેંક ના રીટન મેમાથી થયેલ આમ આરોપીઓએ જાણી જોઈને સમજી વિચારીને સ્ટોપ પેમેન્ટ કરાવી અને ફરીયાદી ને ચેક ની રકમ વસુલ થવા દીધેલ નહી ત્યારબાદ ચેક રીટન થયા બાદ ફરીયાદી એ વકીલ ધ્વારા તા. ૧૫/૧૦/૨૦૨૦ ના રોજ ડીમાન્ડ નોટીશ મોકલેલ જે નોટીશ આ કામના આરોપીઓને તા. ૨૦/૧૦/૨૦૨૦ ના રોજ મળી ગયેલ પરંતુ તે નોટીશ મળળ્યા બાદ પણ આ કામના આરોપીઓએ નોટીશ માં જણાવેલ સમય મર્યાદામાં કોઈ પણ જાતનો જવાબ આપેલ

નહી કે ફરીયાદી ને ચેક મુજબ ની રકમ ચુકવેલ નહી જેથી ફરીયાદી એ વકીલ મારફત તા. ૧૦/૧૧/૨૦૨૦ ના રોજ થી નેગો. ઈન્સ્ટ. એકટ ની કલમ ૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ તમામ આરોપીઓને બજવા બાદ તમામ આરોપીઓ કોર્ટ માં હાજર થયેલ ત્યારબાદ ફ્રી. પો. કોડ ની કલમ ૨૦૭ અન્વયે ફરીયાદ ને લગતા કાગળોની કોપી આરોપીઓને આપેલ ત્યારબાદ કેશ આગળ ચાલેલ અને ત્યારબાદ ફરિયાદ પક્ષ ધ્વારા પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ ધ્વારા કરવામાં આવેલ તમામ દલીલો માન્ય રાખી અને તમામ રેકર્ડ વંચાણે લઈ આરોપીઓ (૧) ઓમ સાઈનાથ પેન્ટીંગ વર્કસ (૨) અમરનાથ શીવદર્શન યાદવ (૩) અનુરાગભાઈ મનુપસાદભાઈ પાઠક ને થી નેગો. ઈન્સ્ટ્રુ. એકટ ની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ

તકક્ષીર વાન ઠરાવવામાં આવેલ અને ૧ વર્ષ ની સાદી કેદ ની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ અને ચેક ની બાકી નીકળતી રકમ રૂા. ૫,૦૦,૦૦૦/- ની ડબલ રકમ રૂા. ૧૦,૦૦,૦૦૦/- દંડ ફરમાવવામાં આવેલ છે. તે દંડ માથી ફરીયાદી ની ફરીયાદ વાળા ચેક ની રકમ ફરીયાદ તારીખ થી ચુકવણી તારીખ સુધીના વારસીક ૯% ના વ્યાજ સહિત ચુકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી આરોપીઓને વધુ ૯૦ (નેવુ) દિવસ ની સાદી કેદ ની સજા ભોગવવાનો હુકમ ફરવવામાં આવેલ છે.

આ કામમાં ફરીયાદી તરફે મોરબી ના વિધ્વાન ધારા શાસ્ત્રી જગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલા હતા.