ટંકારા લક્ષ્મીનારાયણ મંદિરે શરણાઈ અને નોબતના તાલે નગરવાસીઓને દર્શન નો લાભ લેવા અવગત કરવાની પૌરાણીક પરંપરા આજે પણ જીવંત 

Advertisement
Advertisement
ભક્તોના ઉમંગને વધાવી બંને મંદિરો વચ્ચે સમજુતી, તા.૨૧ મી એ અન્નકુટ દર્શન યોજાશે.
ટંકારા મધ્યે બિરાજતા ગ્રામદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન  મંદિરે આગામી ૨૧ મી ઓક્ટોબર મંગળવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. મંદિર ના મહંત દ્વારા હિંદુ ધર્મ ના મહાપર્વ દિવાળી અંગે ભગવાન ના દર્શન અંગે કાર્યક્રમ જાહેર કરી તા.૧૮ ને શનિવારે બારસ તિથિ નો ક્ષય હોવાથી વાઘબારસ અને ધનતેરસના ભગવાન ના દર્શન સાથે ખુલ્લા મુકાશે.જયારે, તા.૨૧ ના પડતર દિવસ ને તિલાંજલિ આપી નૂતનવર્ષ ઉજવવા સાથે અન્નકુટ દર્શન ની ભાવિક ભક્તો માટે મંદિર પરીષદના નોટીસ બોર્ડ પર ધાર્મિક કાર્યક્રમો ની રૂપરેખા ખુલ્લી મુકાઈ હતી. તહેવારો અંતર્ગત ભારતભરના હિંદુ મંદિરો મા દરરોજ ભગવાન ના દુર્લભ શણગાર કરી દર્શન ખુલ્લા મુકવામા આવે છે. જોકે, ધાર્મિક દૃષ્ટિ એ દિવાળી ના પર્વ અગાઉ થી હિંદુ ધર્મ પ્રમાણે મંદિરોમા ઉજવણી શરૂ થઈ જાય છે. દિપાવલી વિક્રમ વર્ષ નો છેલ્લો દિવસ અને નૂતન વર્ષ નો પ્રથમ દિવસ પડવો સૌથી મોટા તહેવાર ગણાતા હોવાથી અહીંયા અગીયારસ થી વહેલી સવારે શાસ્ત્રિય સંગીતની શરણાઈ અને નોબત (નગારા) ના સુર તાલે ધાર્મિક ધૂન માઈક પર વગાડી લોકો ને મળસ્કે ઉઠાડી મંદિરે દર્શન કરવા પધારવા આમંત્રણ આપવાની વડીલો પાર્જીત પરંપરા આજે પણ જીવંત છે.
આ વખતે વિક્રમ વર્ષ ના હિંદુ કેલેન્ડર પ્રમાણે તા. ૨૦ મી ને સોમવારે દિવાળી બાદ બુધવારે બેસતુ વર્ષ હોય વચ્ચે એક દિવસ તિથી તોરણ પ્રમાણે પડતર દિવસ (ધોકો) છે. પરંતુ ટંકારા વાસીઓ ક્યારેય ધોકા નો ખેદ રાખતા નથી. અહીંયા દિવાળી ના બીજે જ દિવસે મંગળવારે ધોકા દિવસ નો છેદ ઉડાવી નવા વર્ષની ઉજવણી કરવામા આવે છે. ધોકા નો છેદ ઉડાવી નગરજનો હેત પ્રેમ લાગણી થી એક બીજા ને નૂતનવર્ષના સાલ મુબારક પાઠવે છે. એ પરંપરા પ્રમાણે શહેરની મધ્યે બિરાજતા ગ્રામદેવ શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે પણ પ્રતિ વર્ષની જેમ આ વખતે પણ આગામી નૂતનવર્ષ ના અન્નકુટ દર્શન તા.૨૧ મી એ મંગળવારે યોજવાની જાહેરાત મંદિર ના ધાર્મિક પરંપરા મુજબ પરીષદના નોટીસ બોર્ડ પર કરવામાં આવી છે. ગામધણી સન્મુખ અન્નકૂટ દર્શનનો અલભ્ય લાભ લેવા ભકત સમુદાયને અનુરોધ કરાયો હતો.  દાદા સમક્ષ અન્નકુટ ભોગ મા લીલોતરી અને કઠોળ ના શાકભાજી, દરેક પ્રકારના ફળ ઉપરાંત, મહાપ્રસાદ સહિતના છપ્પન ભોગ ઠાકોરજીની સન્મુખ ધરાવાઈ છે. આ તકે, મંદિરના મહંત હરેશ ભગત દ્વારા ટંકારા ના નગરવાસી ઓ સહીત ભારતભર ના જુદા શહેરો પ્રાંત મા વસતા તમામ હરિ ભક્તો ને ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો ધર્મ લાભ લેવા અને અન્નકુટ પ્રસાદ લેવા પરંપરા મુજબ જાહેર આમંત્રણ પાઠવ્યુ છે. અહીંયા દિવાળી તહેવાર અંતર્ગત અગિયારસ થી ઉજવણી શરૂ થઈ જાય છે. બંગલા ઝાંખી દર્શન ખુલ્લા મુકાશે. ઠાકોરજી દિવાળી ના પૂર્વ દિવસથી બે દિવસ નિજ મંદિરથી બહાર આવી મંદીર ના પરીસર મા બિરાજમાન થાય છે. સમગ્ર મંદિર ને રોશની અને ઠાકોરજી ને નિત નવા વાઘા ના શણગાર કરવામા આવે છે. પૌરાણીક પરંપરા મુજબ દિવાળી તહેવાર ના પાંચ દિવસ અગાઉ થી વહેલી પરોઢે સવારે અને સાંજે શરણાઈ અને નોબત ના તાલે શાસ્ત્રીય સંગીત ના સથવારે નગરવાસીઓને દર્શન લાભ લેવા અવગત કરાઈ છે. ભાવિક ભક્તો તહેવાર પર પરીવાર સાથે મંદિરે પધારી આસ્થાભેર માથુ ટેકવી ધન્યતા અનુભવે છે.
—————————————————————————–
હવેલી પંથે પણ ધોકા દિવસનો છેદ ઉડાવ્યો, અન્નકુટ દર્શન યોજાશે
⬇️
ટંકારામા વસતા લોકો ક્યારેય ધોકો સ્વિકારતા નથી. અહીંયા કાયમ દિવાળી ના બીજા દિવસે નૂતનવર્ષ મનાવવામા લોકો માને છે. અહીંયા વિક્રમ સવંત વર્ષનો પ્રારંભ ગણાતા શુકનવંતા દિવસને વ્યર્થ જવા દેવાથી આવનારા વર્ષ મા જીવનમા ધોકા આવવાની માન્યતા હોવાથી એક દિવસ પુરતા તિથી તોરણ માન્ય રખાતા નથી. લોકોની માન્યતા અને ધાર્મિક પરાયણ ભક્તોનો રાજીપો ભગવાનને ગમે છે. એમ માની મંદિરોમા નૂતનવર્ષ ઉજવાઈ છે. લક્ષ્મીનારાયણ મંદિરે તા.૨૧ મી ઓક્ટોબરે નૂતનવર્ષ ઉજવણી કરાશે અને અન્નકુટ દર્શન ખુલ્લા મુકાશે. જ્યારે, વૈષ્ણવ સંપ્રદાય ના હવેલી પંથે પણ ધોકા દિવસ ફગાવી શહેરમા આવેલી શ્રી બાલકૃષ્ણ લાલજી હવેલીના ટ્રસ્ટીઓ હર્ષદભાઈ કંસારા, વિનુભાઈ દરજી અને લલિતભાઈ આશરની સંયુક્ત યાદી જાહેર કરી આગામી તા. ૨૦ મી ઓક્ટોબર ને સોમવારે દિવાળી પર્વ ઉજવાશે અને તા.૨૧ મી ઓક્ટોબરે મંગળવારે અન્નકૂટ દર્શન નુ આયોજન કરવામા આવ્યુ છે. વૈષ્ણવ સંપ્રદાય ઉપરાંત, તમામ ભાવિકજનોને મંગળવારે મળસ્કે મંગળા સવારે ૧૦:૩૦ વાગ્યે ગોવર્ધન પુજા, બપોરે ૩:૩૦ થી ૬:૩૦ દરમિયાન અન્નકુટ દર્શન અને સાંજે ૭ વાગ્યે શયન દર્શન -આરતી નો લાભ લેવા બાલકૃષ્ણ લાલજી હવેલીના મુખ્યાજી અજયભાઈ દવે એ અનુરોધ કર્યો છે.