મિતાણા પાસે તસ્કરોએ પવનચક્કી ને નિશાન બનાવી, ૨૫ હજારનો કેબલ બઠાવી ગયા.

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મિતાણા ગામની સીમમા ખાનગી કંપનીએ વિજળી ઉત્પન્ન કરતી પવનચક્કી પ્રોજેક્ટ સ્થાપેલ હોય મધરાતે નિશાચરો એ પવનચક્કી નો દરવાજો તોડી કન્વર્ટર કેબીનમાથી કેબલ સહિતનો રૂપિયા ૨૫ હજાર ની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની રાવ ટંકારા પોલીસમા પ્રોજેક્ટ મેનેજરે નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.

 જાણવા મળ્યા મુજબ મૂળ રાજસ્થાનના હાલ ટંકારા ધર્મભક્તિ સોસાયટીમા ભાડાના મકાનમા રહેતા પુનીતભાઈ પ્રેમનાથ રાવલે ટંંકારા પોલીસ મા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે  ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મિતાણા ગામની સીમમા ખાનગી કંપનીએ વિજળી ઉત્પન્ન કરતી પવનચક્કી પ્રોજેક્ટ ઉભો કર્યો હોય રાબેતા મુજબ પોતે સહિત સ્ટાફ રાત્રે ડ્યુટી પૂર્ણ કરી પોતપોતાના રહેઠાણ પર આવ્યા બાદ બીજે દિવસે સવારે પ્રોજેક્ટ સ્થળે પહોંચતા પવનચક્કી વિસ્તાર કોર્ડન કરી દરવાજો મુકાયેલ હોય એ દરવાજો તોડી મધરાતે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને પવનચક્કી ની કેબીન તોડી અંદરથી અર્થિગ ૧૦ મીટર ૧૫ કિલો વજનનો વાયર તથા તાંબા ની પ્લેટ સહિત કુલ રૂપિયા ૨૫ હજારની મતા નિશાચરો ઉઠાવી ગયા હતા. ઉપરાંત, તસ્કરોએ પવનચકકીની પેનલમા રૂપિયા પાંચ હજાર ની તોડફોડ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.