
જવાબદાર તંત્રે ફરીયાદ પ્રત્યે લક્ષ ન દેતા સાંસદ નુ કાંડુ પકડયુ.
🔽
સોલાર પાવર પ્રોજેક્ટ નુ કામ કરતી ખાનગી કંપનીઓ દ્વારા ટંકારામા પ્રોજેક્ટ ઉભો કરતી વખતે ગેરકાયદે ખનીજ ચોરી કરાતી હોવાની સ્થાનિક ખેડુતે અગાઉ તંત્ર ને ફરીયાદ કરવા છતા કોઈ અકળ કારણોસર પગલા ન લેવાતા ખેડુતે સાંસદ રૂપાલા સમક્ષ રૂબરૂમા લેખિત ફરીયાદ પત્ર આપતા સાંસદે ફરીયાદ મા તથ્ય હોવાનુ જાણી કલેકટર ને પત્ર પાઠવી ખનીજચોરી મુદ્દે તપાસ હાથ ધરી પગલા લેવા ભલામણ કરતા તંત્ર ની કામગીરી સામે આંગળી ઉઠી હતી.
ટંકારાની ઉગમણી સીમમા કોઠારીયા રોડ પર આવેલ શિતળા મંદિર નજીક આવેલ ખેતી ની જમીન સર્વે નંબર 329 ,330 અને 338 મા ખાનગી સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપતી એક સોલાર કંપનીએ પ્રોજેક્ટ ઉભો કરવા માટે ઉભા કરાયેલા થાંભલા માટે નજીક મા આવેલ સરકારી ખરાબા ની જમીન સર્વે નંબર 337 મા બેફામ ગેરકાયદે ખોદકામ કરી માટી- મોરમ કાઢી પ્લાન્ટ મા ભરતી કરી મસમોટી ખનીજ ચોરી કરેલ હોવાની ફરીયાદ નજીક મા ખેતી ધરાવતા ટંકારાના સ્થાનિક હેમંત મોહન દુબરીયા નામના ખેડુતે તંત્ર ને અગાઉ ફરીયાદ કરવા છતા કોઈ અકળ કારણોસર કોઈ કાર્યવાહી ન થતા ખેડુત ને દાળ કાળી હોવાની શંકા જન્મતા તેઓએ તાજેતરમા સાંસદ રૂપાલા ટંકારા ખાતે કોઈ કાર્યક્રમ મા પધારતા હેમંતલાલે ખનીજ ચોરી મામલે સાંસદ ને આધાર પુરાવા સાથે રજુઆત કરી ફરીયાદ કરતા સાંસદ ને ખેડુત ની રાવ મા તથ્ય જણાતા તેઓએ તુરંતજ કલેકટર ને ખનીજ ચોરો સામે ત્વરિત કાર્યવાહી કરવા ભલામણ પત્ર લખતા સામાન્ય અરજદારો ને ન ગાંઠતા તંત્ર ની કામગીરી સામે આંગળી ઉઠી હતી.
—————————————————————————– સિંચાઈ મા સંપાદન થયેલી જમીનમા કેબલ દાટવા આર &બી એ કરાર કર્યો?
સોલાર પેનલ સ્થાપતી કંપનીએ માર્ગ-મકાન વિભાગ સાથે કરાર કરી તંત્રની ઓથે રાતો રાત કામગીરી આરંભી કેબલ જમીન મા પધરાવી દીધો હતો. આ મુદ્દે ખેડુતે સર્વે નંબર 358, 361, 362 ખાનગી માલિકી ના હોય અને ટંકારા – કોઠારિયા- જડેશ્વર રોડ ખાનગી જમીન માથી પસાર થતો હોય, આ જમીન માર્ગ વિભાગે સંપાદન કર્યુ નથી. તો માર્ગ મકાન તંત્ર કરાર કઈ રીતે કરી શકે? એવો સવાલ ઉઠાવી વાંધો રજુ કરી તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ના કાર્યકાળ મા ઉકત તમામ જમીનો સારણ નાની સિંચાઈ યોજનામા સંપાદન થઈ હોવાની તથ્ય સાથે ફરીયાદ કરતા કંપની એ તપાસથી બચવા ખેડુત સામે કોર્ટમા કેવિયેટ દાખલ કરતા તંત્ર અને ખાનગી કંપની વચ્ચે મિલાપપણાની ખેડુતે શંકા વ્યક્ત કરી હતી.


